Abtak Media Google News

શું કિંગ મેકર કિંગ બની શકશે ?

લોકસભા અને બિહાર વિધાનસભામાં પ્રશાંત ભુષણની રણનીતિએ મહત્વનો ભાગ ભજવ્યો‘તો: આગામી ચૂંટણીઓમાં નીતિશ કુમારનો સાથ આપશે

ચુંટણીની રણનીતિ ઘડવામાં માહેર પ્રશાંત કિશોર જનતા દળ (યુ)ના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે. નીતિશકુમારે ચુંટણીને અનુલક્ષીને તેમની આ નિમણુકથી શું કિંગ મેકર હવે પોતે કિંગ બની શકશે ? તેવી ચર્ચાએ જોર પકડયું છે.

પ્રશાંત કિશોર જનતા દળ (યુ)માં સામેલ થયા ત્યારે જ તેઓને પ્રચાર-પ્રસારની મુખ્ય જવાબદારીઓ સોંપાઈ હતી. અગાઉ ૨૦૧૪ની લોકસભા ચુંટણી સમયે ભારતીય જનતા પક્ષને જીતાડવા માટે ખૂબ જ આક્રમક અને અસરકર્તા પ્રચાર કર્યો હતો ત્યારબાદ તેઓને પ્રચાર-પ્રસારમાં ચાણકય માનવામાં આવતા હતા.

૨૦૧૪ની લોકસભા ચુંટણી ભાજપને જીતાડવા પાછળ પ્રશાંત ભુષણનું ભેજુ કામ કરતું હતું. સતા અપાવનાર એટલે કે કીંગ મેકર હવે પોતે કીંગ બની શકશે કે નહીં તે અંગે ચર્ચાએ જોર પકડયું છે.

આગામી લોકસભા જીતવા બિહારનું રાજકારણ મહત્વનો ભાગ ભજવશે. ૨૦૧૫માં બિહાર વિધાનસભા ચુંટણીમાં પ્રશાંત કિશોરની રણનીતિ જનતા દળ (યુ)ને ફાયદો થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર મૂળ બિહારના જ છે.

તેઓ બિહારના રાજકારણ અને લોકોની સમસ્યાઓથી વાકેફ છે.ઉપરાંત નેતાની છબી સુધારવા અને વધુમાં વધુ લોકો સુધી પક્ષના વિચારો પહોંચાડવામાં પણ તેઓ નિષ્ણાંત માનવામાં આવે છે ત્યારે તેમને જનતા દળ (યુ)ના ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ ગેમ ચેન્જર સાબિત થશે તેવી શકયતા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.