ભાજપનાં વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકોનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા લીંબડી અને મનસુખ માંડવીયા મોરબીના પ્રવાસે

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આઠ વિધાનસભા બેઠકોની આગામી પેટાચૂંટણી અન્વયે  ભાજપાના શિર્ષસ્થ નેતાઓ અને સ્ટાર પ્રચારકો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેના સંદર્ભમાં આજે કેન્દ્રીય મંત્રીઓ  પરશોત્તમભાઈ રૂપાલાનો લીંબડી વિધાનસભા અને  મનસુખભાઈ માંડવીયાનો મોરબી વિધાનસભા અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાયો છે.

કેન્દ્રીય મંત્રી  પરશોત્તમભાઈ રૂપાલા આજે લીંબડી વિધાનસભા સીટના ભાજપાના ઉમેદવાર  કિરીટસિંહ રાણાના સમર્થનમાં સવારે  ૧૦:૦૦ કલાકે નીલકંઠ વિદ્યાલય, લીંબડી ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બપોરે ૩:૦૦ કલાકે બોરાણા ગામ ખાતે જિલ્લા પંચાયતના સંમેલનને અને ૪:૩૦ કલાકે ચૂડા ખાતે દલવાડી સમાજની વાડીમાં જાહેર સભાને સંબોધશે.

જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર  બ્રિજેશભાઈ મેરજા ના સમર્થનમાં તેમની સાથે  ઉપસ્થિત રહી સવારે ૯:૩૦ કલાકે શનાળા ગામ થી લોકસંપર્કની શરૂઆત કરી હતી. જે ત્યારબાદ રંગપર, કેશવનગર, જીવાપર, જીકિયારી અને ચકમપર ગામ ખાતે પૂર્ણ થઇ હતી. ત્યારબાદ બપોર બાદના તબક્કામાં ૩:૧૦ કલાકે અણીયારી ગામ ખાતેથી આ લોકસંપર્ક શરૂ કરી રાપર, શાપર અને જસમતગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે.

આ ઉપરાંત તેઓ સાંજે ૬:૦૦ કલાકે ક્રાંતિ જ્યોત ટાઉનશિપ, મહેન્દ્રનગર ખાતે જાહેરસભાને સંબોધશે.