Abtak Media Google News

‘અબતક’ની ટીમે છાશ વિતરણ કેન્દ્રોની લીધી મુલાકાત લોકોએ હાશકારા સાથે સેવા પ્રવૃતિને બિરદાવી

ભારત વિકાસ પરિષદ અને પ્રિન્ટવેલ ઓફસેટનો

 

હાલ ઉનાળાની આકરી ગરમીમાં રાજકોટની વિવિધ સેવાકિય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ દ્વારા શહેરીજનોના પેટ ઠારવાની ઉમદ્રા પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી.Vlcsnap 2019 04 20 12H16M47S20

ત્યારે શાપરમાં ભારત વિકાસ પરિષદ તેમજ આજી, જીઆઇડીસીમાં પ્રિન્ટ વેલ ઓફસેટ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગેની પ્રાપ્ત વધુ વિગતો મુજબ ભારત વિકાસ પરિષદ રાજકોટ-શાપરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા છાશ વિતરણ તથા ચપ્પલ  વિતરણનો  કાર્યક્રમ કરવામાં આવેલ હતો. અત્રે રોજના ૧૩૦ જેટલા કુટુંબને છાશ વિતરણ કરવામાં આવે છે. તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દર મહિને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે સાથે જ ફ્રી અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવે છે. આ છાશ વિતરણ અને ચપ્પલ વિતરણ કાર્યક્રમ દોઢમાસ ચાલુ રહેનાર છે.

દરમ્યાન ભારત વિકાસ પરિષદના પ્રકાશભાઇ જોગીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ છાશ વિતરણ કેન્દ્ર ચલાવે છે. લગભગ રોજ ૧૩૦ કુટુંબને છાશ વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ દોઢ મહિન સુધી કરવામાં આવશે.Vlcsnap 2019 04 20 12H16M41S223

સાથે જ વિતરણ પણ કરવામાં આવશે દર મહીને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. અને ફ્રી અનાજની કીટ પણ વિતરણ કરવામાં આવે છે.

શહેરનાં આજી. જી. આઇ. ડી. સી. ખાતે આવેલ પ્રીન્ટવેલ ઓફસેટ  કે જે બોકસ અને પેકેજીંગનું મેન્યુયફેકચરીંગ કરે છે. તે કંપની દ્વારા ઉનાળાની ગરમીથી પેટને સંતોષવા માટે છાશનું વિતરણ કરી રહ્યાં છે. અને ખાસ છાશનું પરબ બનાવવામાં આવ્યું છે. આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર મજુર વર્ગ અને કંપનીમાં કામ કરતા લોકો આસપાસ નીકળતા ભાઇઓ-બહેનો, કારીગરો વર્ગો સ્કુલ વાહનો અને વાહન ચાલકો છાશ પીવા માટે આવે છે. આ આયોજન છેલ્લા ચાર વર્ષથી ઉનાળા દરમિયાન કરવામાં આવે છે. આ આખા ઉનાળાની સીઝનમાં છાશ વિતરણ થવાનું છે. આ છાશનું વિતરણ સવારે ૧૦ થી ર વાગ્યા સુધી કરવામાં આવે છે. અને ૪૦૦ થી પ૦૦ લીટર છાશનું વિતરણ થાય છે.

અને લોકો ગરમીથી બચવા માટે છાશ પી ને ખુબ જ ઠંડક નો અહેસાસ કરે છે. આ છાશ વિતરણનું કાર્ય પ્રીન્ટવેલ ઓફસેટના માલીક કે જે ખુબ જ ઉત્સાહીત થઇ ને લોકો માટે કરે છે.Vlcsnap 2019 04 20 13H17M14S172

દરમ્યાન અબતક સાથેની વાતચીતમાં હિતેશ કાકડીયાએ જણાવેલ હતું કે રાજકોટમાં આવેલા પ્રીન્ટવેલ ઓફસેટ, બોસક અને પેકેજીંગનું ઉત્પાદન કરે છે. આજી જી.આઇ.ડી.સી.માં છાશનું પરબ છેલ્લા ૪ વર્ષથી ચાલે છે. અને આવતા જતાં ભાઇઓ બહેનો કારીગર વર્ગ સ્કુલ વાહનો વાળા, મજુરો છાશ પીને હાશકારો અનુભવે છે.અને ૧૦ થી ર વાગ્યા સુધીમાં આ છાશ વિતરણ ચાલુ રહો છે.

આ ઉનાળાની આખી સીઝનમાં છાશનું પરત ચાલુ રાખીએ છીએ. અને અહીંથી આવતા જતા લોકોને અમે છાશ પીવા માટે આમંત્રણ આપીએ છીએ. અને આ છાશ વિતરણ દ્વારા લોકોને એટલો સંદેશો કે લોકોને પાણી કે છાશનું એક પરત બાંધી આ ઉનાળાની સખત ગરમીમાં ઠંડક અનુભવાય તેવા સારા અને પુણ્યનું કામ કરાય.Vlcsnap 2019 04 20 13H17M31S93

પહેલા વર્ષના આયોજનમાં ખુબ જ સારો એવો સહયોગ મળ્યો હોવાથી અને ત્યારના સમયમાં ૩૦૦ લીટર છાશ પાવામાં આવતી માટે આ કાર્ય સતત ૪ વર્ષથી ચાલુ રાખ્યું છે. આ છાશ વિતરણથી લોકોને હાશકારો થાય છે. તે જોઇને ખુબ જ આનંદ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.