Abtak Media Google News

 

Ipoint Logo For Header 1 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૩૯૮૦.૭૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૪૧૯૮.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૯૫૮.૦૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૯.૨૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૩૪૦૨૨.૨૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૦૧૭.૬૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૦૬૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૦૪૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૦૫૪.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૬૪૦૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૪૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૩૧૦ ના નીચા મથાળે નોંધાવી ૩૨૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૬૩૬૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૪૭૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૫૨૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૩૩૧ ના નીચા મથાળે નોંધાવી ૩૮૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૪૨૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. ગઇકાલે ભારતીય શેરબજારમાં સળંગ છ દિવસની તેજીને વિરામ લાગ્યો હતો. બેંકો દ્વારા છ મહિનાના મોરેટોરિયમ સમયગાળા માટે લોનો પરના વ્યાજ દર લેવા મામલે સુપ્રિમ કોર્ટ દ્વારા ચિંતા વ્યકત કરીને લોકોના સ્વાસ્થ્ય કરતાં આર્થિક બાજુ મહત્વની નથી એવું જણાવતાં બેંકો દ્વારા છ મહિનાનું લોનો પરનું વ્યાજ માફ થવાના સંજોગોમાં બેંકોને રૂ.૨ લાખ કરોડનો ફટકો પડી શકે છે એવા નેગેટીવ અંદાજો વચ્ચે ગઇકાલે ફંડોએ બેંકિંગ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી પ્રોફિટ બુકિંગ કર્યું હતું. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં કારોબારનો દિવસ સમાપ્ત થતા તેજી અટકી હતી. સતત વધી રહેલા બેકારીના દાવાને કારણે ગઈકાલે ૪ સત્રો પછી નેસ્ડેક અને જઙ ૫૦૦ કડાકા સાથે બંધ થયા હતા. આજે દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૭% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, બેન્કેક્સ અને મેટલ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા. બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૧૫ અને વધનારની સંખ્યા ૧૫૫૧ રહી હતી, ૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચોથા ક્વાર્ટરના નબળા જીડીપી ડેટા અને મૂડીઝ દ્વારા રેટિંગમાં ભારતના ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કરવા પાછળ બજારમાં ટૂંકા ગાળામાં વોલેટિલિટી સિવાય અન્ય કોઈ વધુ અસરની શક્યતા નથી. તેનું મુખ્ય કારણ આ ડેટા તેના નિયત સમય કરતાં વિલંબથી જાહેર થયો છે, સાથે બજાર અગાઉથી જ આ બાબતોને લઈ ડિસ્કાઉન્ટ પણ થઈ ચૂક્યું છે. વિશ્વના વિવિધ દેશો દ્વારા અર્થતંત્રને ખોલવામાં આવતાં રોકાણકારો જોખમી એસેટ તરફ વળ્યા છે. માત્ર ઇક્વિટી માર્કેટ જ નહીં, પરંતુ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. સરકાર નોન-ક્ધટેનમેન્ટ ઝોનમાં આર્થિક પ્રવૃત્તિ ફરી ચાલુ કરવાની છૂટ આપતા હોવાથી ભારતીય શેરબજાર પણ વૈશ્વિક બજારો સાથે ઉછાળો નોંધાવી રહ્યું છે. આગામી સમયગાળા માટે પોઝિટિવ લાગતાં ક્ષેત્રોમાં મેટલ, ટેલિકોમ, ઓટો, ક્ધઝમ્પ્શન અને આઇટીનો સમાવેશ થાય છે. ફાર્મા શેરોમાં મજબૂત તેજી આવી હોવા છતાં અમુક કંપનીઓ આગામી દિવસોમાં પણ વધુ સારો દેખાવ કરે તેવી શક્યતા છે, પરંતુ દરેક ઉછાળે પ્રોફિટ બૂકિંગ થતું જોવાશે. એફઆઇઆઇએ ડિસેમ્બર ૨૦૧૯ પછી મે ૨૦૨૦માં ખરીદી કરી હતી. બજારમાં મજબૂત તેજી આવી હોવા છતાં ટર્નઓવરમાં ઘટાડો થયો છે. તેનાથી સંકેત મળે છે કે રોકાણકારો હાલના સ્તરે સાવધાન બન્યા છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ACC લિ. ( ૧૨૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૯૦ થી રૂ.૧૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

HDFC બેન્ક ( ૧૦૦૪ ) :- રૂ.૯૮૦ નો પ્રથમ તેમજ રૂ.૯૬૬ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ઓરબિન્દો ફાર્મા ( ૭૬૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૭ થી રૂ.૭૮૫ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૭૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

HCL ટેકનોલોજી ( ૫૭૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૪ થી રૂ.૫૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.