શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

156

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!!

ગત સપ્તાહે વૈશ્વિક વેપાર પર કોરોના વાઈરસની અસરના ભય અને નરમ કંપની પરિણામોને કારણે ભારતીય શેરબજારમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. ચાઈનાના કોરોના વાઈરસનો ઉપદ્રવ ઘટી રહ્યાના પોઝિટીવ સંકેતે અને ચાઈના તેના ઉદ્યોગો-અર્થતંત્રને ટેકો આપવા વધુ સ્ટીમ્યુલસ પગલાં જાહેર કરી ફરી ફેકટરીઓ ચાલુ થઈ રહી હોઈ કરશે એવા નિવેદન અને ચાઈનામાં ફરી ફેકટરીઓ ચાલુ થઈ રહી હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે આ પોઝિટીવ સંકેતે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારોમાં પ્રત્યાઘાતી ઘટાડે ફરી તોફાની તેજી જોવાઈ હતી.

આર્થિક મંદી વચ્ચે ક્રેડિટ ગ્રોથની ચિંતા વચ્ચે ટેલીકોમ કંપનીઓને કરાયેલું ધિરાણ એનપીએમાં તબદિલ થવાની ભીતિ સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ બેંક શેરોમાં ગાબડા પડતાં નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સ ચાર વર્ષની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. દેશની આર્થિક મંદીની અસર બચત દર પર પણ જોવા મળી છે. પ્રવાસ અને ડયૂરેબલ્સ પાછળ ઉપભોગતાઓના વધેલા ખર્ચને પગલે દેશનો બચત દર ઘટીને ૧૫ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે અને ઘરેલું બચતમાં પણ ઘટાડા સાથે ભારતની આર્થિક સ્થિતિ નબળી પડી છે જે અગાઉથી જ નીચા ઈન્વેસ્ટમેન્ટ અને વધી રહેલા વિદેશી દેવાબોજના પડકારોનો સામનો કરી રહી છે. ગયા નાણાં વર્ષમાં ભારતનું વિદેશી દેવું વધીને ૫૪૩ અબજ ડોલર રહ્યું હતું જે ૨૦૧૫ના વર્ષમાં ૪૭૫ અબજ ડોલર હતું. બચત દરમાં ઘટાડા માટે હાલની મંદી પણ થોડેઘણે અંશે જવાબદાર કહી શકાય. અન્ય ઊભરતા દેશોની વાત કરીએ તો બ્રાઝિલનો બચત દર જીડીપીના ૧૬ ટકા છે જ્યારે મેક્સિકોનો આ આંક ૨૩ ટકા જ્યારે  ફિલિપાઈન્સનો ૧૪.૨૦ ટકા છે. ભારતે જો સ્થિર વિકાસ હાંસલ કરવો હશે તો, તેણે ઈન્વેસ્ટમેન્ટનો દર વધારવાનો રહેશે. પરંતુ આ માટે ભંડોળની આવશ્યકતા રહે છે નાણાં વર્ષ ૨૦૧૯માં ભારતનો ગ્રોસ સેવિંગનો દર ઘટીને જીડીપીના ૩૦.૧૦ % પર આવી ગયું હતું.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો….

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ ૨૦૨૦ માટે ભારતની GDP વૃદ્ધિનો અંદાજ અગાઉના ૬.૬% થી ઘટાડી ૫.૪% વૈશ્વિક અર્થતંત્ર પર કોરોના વાઇરસની પ્રતિકૂળ અસર પડશે. જો કે ખાસ કરીને સ્થાનિક પરિબળોને કારણે રિકવરી ધીમી રહેવાની શક્યતા મૂડીઝે વ્યક્ત કરી છે. મૂડીઝે વર્ષ ૨૦૨૦ માટે ચીનની GDP વૃદ્ધિનો અંદાજ પણ ઘટાડી ૫.૨% કર્યો છે.કોરોના વાઇરસ પર અંકુશ નહીં મેળવી શકાય તો રેટિંગ એજન્સીએ વૈશ્વિક અર્થતંત્રના વૃદ્ધિદરમાં નોંધપાત્ર ઘટાડાનું જોખમ દર્શાવ્યું છે. ભારતીય અર્થતંત્ર ૨૦૨૧માં ૫.૮% ના દરે વધવાનો અંદાજ છે જે અગાઉ ૬.૭% હતો. ચીનનો વૃદ્ધિદર વર્ષ ૨૦૨૧માં થોડો નીચો ૫.૭% રાખવામાં આવ્યો છે. મૂડીઝે ફેબ્રુઆરીના ‘ગ્લોબલ મેક્રો આઉટલૂક’માં જણાવ્યું હતું કે, “ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર બે વર્ષમાં ઝડપથી ઘટ્યો છે. રિયલ GDP વૃદ્ધિદર વર્ષ ૨૦૧૯-‘૨૦માં ત્રીજા ક્વાર્ટરમાં માત્ર ૪.૫% રહ્યો હતો.

મૂડીઝે જણાવ્યું હતું કે “ઊભરતાં બજારોમાં અમે ભારત, મેક્સિકો અને સાઉથ આફ્રિકાની વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો છે. તમામ ચાર દેશના વૃદ્ધિદરમાં ઘટાડા માટે મુખ્યત્વે તેનાં સ્થાનિક પરિબળો જવાબદાર છે, વૈશ્વિક કારણો નહીં. ઉલ્લેખનીય છે કે મૂડીઝનો અંદાજ S&P કરતાં ઘણો નીચો છે. S&Pએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-‘૨૧માં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ ૬% અને ૨૦૨૧-‘૨૨માં ૭% થવાનો અંદાજ છે. GDP વૃદ્ધિના સત્તાવાર આંકડા ચાલુ મહિનાના અંતે જારી થશે. સ્ટેટિસ્ટિક્સ ઓફિસના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષે ૫% વધશે. મૂડીઝે RBIના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCS) અને બેન્કોમાં તરલતાની ખેંચને કારણે ગયા સમગ્ર વર્ષમાં ધિરાણ પ્રવૃત્તિ મંદ રહી હતી. મૂડીઝના જણાવ્યા અનુસાર “RBI દ્વારા વ્યાજદરમાં સતત ઘટાડો છતાં બેન્કો ધિરાણ માટે તેમજ વ્યાજ ઘટાડવા તૈયાર નથી. અર્થતંત્રમાં નબળાઈ અને ધીમી ધિરાણ વૃદ્ધિને કારણે ઝડપી ટર્નઅરાઉન્ડની શક્યતા ઓછી છે.

બજારની ભાવિ દિશા…..

મિત્રો, એશિયન બજારોમાં સુધારો અને વિકસિત બજારો તેમની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં હોવા છતાં ભારતીય બજારોમાં દરેક ઉછાળે વેચવાલી ચાલુ રહી હતી. જો કે બેન્ચમાર્ક નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૦ પોઈન્ટ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને આ સ્તર પર ૧૧૯૦૯ પોઈન્ટ ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝિશન જાળવી રાખવી જોઈએ.

એક હકીકત એ પણ છે કે નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૦ થી ૧૨૩૦૦ પોઈન્ટ ની રેન્જ માં ડિસ્ટ્રિબ્યુશનનો સામનો કરી રહી છે આ ઉપરાંત માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ બની જાય છે. વૈશ્વિક બજારોને કોરોના તરફથી રાહત મળી હતી. સ્થાનિક સ્તરે ત્રીજા ક્વાર્ટરના અર્નિંગ્સ સીઝન પૂરી થઈ ચૂકી છે અને તે અપેક્ષા મુજબ જ રહી છે. ઘણાં ક્ષેત્રોએ પોઝિટિવ સરપ્રાઇઝ દર્શાવી છે. જ્યારે અમુક ક્ષેત્રોમાં નિરાશા પણ સાંપડી છે. મિડ-કેપ્સમાં ઘણા કોર્પોરેટ્સે સારો દેખાવ દર્શાવ્યો છે અને બજારે તેવાં કાઉન્ટર્સમાં પોઝિટિવ પ્રતિક્રિયા પણ આપી છે. ખાનગી બેંકિંગ ક્ષેત્રે એસેટ ક્વોલિટીમાં થોડી ખરાબી જોવા મળી છે અને તેને કારણે રિઝલ્ટના આરંભમાં થોડી નેગેટિવ પ્રતિક્રિયા બાદ આ કાઉન્ટર્સ ફરી સુધારા તરફી જોવા મળી રહ્યાં છે.

મારા મતે અર્થતંત્રમાં ખરાબી લગભગ પૂરી થઈ ચૂકી છે ત્યારે ખાનગી બેંકિંગ કંપનીઓને આગામી સમયગાળામાં સુધારાનો વધુ સારો લાભ થશે તે નક્કી છે અને તેથી ઊંચા વેલ્યુએશન છતાં તેઓ મજબૂત જળવાયેલા રહે તેવું જણાય છે. ઇન્ડસઇન્ડ બેન્ક એક માત્ર કાઉન્ટર છે જે તેની ઐતિહાસિક ટોચથી નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. કોટક, આઇસીઆઇસીઆઇ અને એચડીએફસી બેન્ક મજબૂત જણાય છે આનાથી ઊલટું પીએસયુ બેંક્સમાં સેન્ટિમેન્ટ ફરી વણસ્યું છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન ઘણી બેન્કોની એનપીએમાં વૃદ્ધિ જોવા મળી છે અને બજારે નેગેટિવ રિએક્શન્સ દર્શાવ્યાં છે.એસબીઆઇ તેની વધુ એક સબસિડિયરીના વેલ્યૂ અનલોકિંગ માટે બજારમાં પ્રવેશી રહી છે અને ત્યાં સુધી શેરનો ભાવ રેન્જ બાઉન્ડ રહી શકે છે. જો કે કાઉન્ટરમાં ટ્રેન્ડ નરમાઈનો છે. મેટલ્સમાં પણ સેન્ટિમેન્ટ નરમ છે. જો કે તેઓ ઓવરસોલ્ડ છે અને તો કોરોના વાઇરસને લઈને વિશ્વને રાહત મળશે તો સૌથી પહેલી પોઝિટિવ પ્રતિક્રિયા મેટલ્સ સેક્ટરમાં જોવા મળશે. ક્રૂડ ઓઇલના ભાવમાં મળેલી રાહત બજારમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. કોમોડિટીના ભાવમાં ૧૦-૧૫%નો વધુ ઘટાડો ચોક્કસ ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ બાબત બનશે.

બાકી મારા અંગત અભિપ્રાય તરીકે “તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર”…કેમ ખરું ને ….!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૨૦૮૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૨૦ પોઇન્ટના પ્રથમ અને ૧૨૧૬૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૨૦૦૮ પોઇન્ટથી ૧૧૯૭૩ પોઇન્ટ, ૧૧૯૩૦ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૨૧૬૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૦૯૩૮ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૩૧૫૦૫ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૦૮૮૦ પોઇન્ટથી ૩૦૮૦૮ પોઇન્ટ, ૩૦૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૫૦૫ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એપેક્સ ફ્રોઝન ( ૩૫૭ ) :-  પેકેજ્ડ ફુડ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૩૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) પોલી મેડિકેર લિ. ( ૩૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૦ થી રૂ.૩૪૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ન્યુક્લિયસ સોફ્ટવેર ( ૩૦૧ ) :- રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૮૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ડેક્કન સિમેન્ટ્સ લિ. ( ૨૭૯ ) :- સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૮ થી રૂ.૨૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) સુબ્રોસ લિમિટેડ ( ૨૬૫ ) :- રૂ.૨૫૦ નો પ્રથમ તેમજ રૂ.૨૪૪ ના સ્ટોગ સપોર્ટથી ઓટો પાર્ટસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૭૭ થી રૂ.૨૮૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) H.G. ઇન્ફ્રા એન્જિ. ( ૨૫૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૪૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૬૩ થી રૂ.૨૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ન્યુજેન સોફ્ટવેર ( ૨૧૨ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૦૨ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૧૯ થી રૂ.૨૨૬ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ખાદિમ ઈન્ડિયા ( ૧૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮ આસપાસ રોકાણકારે રૂ.૧૩૩ થી રૂ.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) TCS લિમિટેડ ( ૨૧૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૧૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેક્નોલૉજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૭૭ થી રૂ.૨૧૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૯૦ ) :- આ સ્ટોક રૂ.૧૪૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૪૬૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૦૫ થી રૂ.૧૫૧૫ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ACC લિમિટેડ ( ૧૪૨૮ ) :- ૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એશિયન પેઈન્ટ ( ૧૮૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૭૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) લાર્સેન લિમિટેડ ( ૧૨૮૧ ) :- રૂ.૧૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) HDFC બેન્ક ( ૧૨૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૫૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઇમામી પેપર મિલ્સ ( ૯૭ ) :- પેપર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઓરિએન્ટ પ્રેસ લિ. ( ૮૮ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે કન્ટેનર અને પેકેજિંગ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટ થી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૯૯ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે….!!!

) એપોલો માઇક્રો સિસ્ટમ્સ ( ૮૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ડિફેન્સ સેકટર નો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૯૩ થી રૂ.૯૯ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ગ્રેવિતા ઈન્ડિયા લિ ( ૬૭ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૧૧૯૩૦ થી ૧૨૧૨૦ પોઈન્ટ ધ્યાને લેશો…..!! 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Loading...