Abtak Media Google News

Ipoint Logo For Header 1 6

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૮૮૯.૨૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૦૨૨.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૯૯૧.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૦૫૯.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૯૬.૩૦ સામે ૧૨૧૨૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૧૦૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૧૨૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૭૬૯૬ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૬૯૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૬૨૯ ના નીચા મથાળે નોંધાવી ૬૧ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૭૬૬૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૪૧૧૦ ના મથાળેથી ખુલીને ૪૪૧૧૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૩૯૫૩ ના નીચા મથાળે નોંધાવી ૧૮૭ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૪૦૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

વૈશ્વિક રાહે ટેલિકોમ, મેટલ, રિયલ્ટી અને બેન્ક શેરોમાં ધૂમ લેવાલીથી અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોરના ઉકેલની દિશામાં પ્રગતિની શક્યતાને પગલે સવારથી જ એશિયાના અન્ય બજારોમાં પણ સુધારા તરફી ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ-નિફટી બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપ,શેરોમાં ફંડો, સતત ખરીદી જોવા મળી હતી. ઘરઆંગણે જોકે કરન્સી બજારમાં  ડોલરના ભાવ બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારમાં  ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં પ્રગતી આગળ વધી રહ્યાના નિર્દેશો વચ્ચે  વિશ્વ બજારમાં શેરબજારો ઉંચા ગયા હતા જ્યારે સામે સોના-ચાંદીમાં ફંડવાળા વેચવા આવતાં કિંમતી ધાતુઓના ભાવ ગબડયા હતા. ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંતના સપ્તાહમાં ફરી મંદીવાળાઓને ટ્રેપમાં લેતી ચાલે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી ઈન્ડેક્સ બેઝડ નવો ઈતિહાસ રચ્યા બાદ સપ્તાહના બીજા દિવસની શરૂઆત સતત તેજી સાથે થઈ હતી. આ સાથે મોર્ગન સ્ટેન્લી કેપિટલ ઈન્ટરનેશનલ(એમએસસીઆઈ) ઈન્ડેક્સમાં  ફેરબદલ કર્યા સાથે સેન્સેક્સની સ્ક્રિપોમાં કરાયેલા ફેરબદલને પગલે ફંડોનું પસંદગીનું આકર્ષણ વધ્યું હતું. બેંકિંગ-ફાઈનાન્સ શેરોની સાથે ટેલીકોમ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી, એફએમસીજી, ફાર્મા શેરોમાં ફંડોએ મોટાપાયે લેવાલી કરી હતી. વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટ અવારનવાર અટક્યા બાદ ગત સપ્તાહમાં બન્ને દેશો તરફથી ફરી પોઝિટીવ સંકેતે આ ટ્રેડ ડીલ ડિસેમબર ૨૦૧૯ના અંત સુધીમાં થઈ જવાના આશાવાદે અને અમેરિકી ફેડરલ રિઝર્વ તેમજ યુરોપીયન સેન્ટ્રલ બેંક દ્વારા તાજેતરમાં રેટ કટ થકી વૈશ્વિક બજારોમાં પ્રવાહિતાની પરિસ્થિતિ હળવી કરતાં ભારત સહિતના ઊભરતા બજારોમાં ફોરેન ફંડોનું આકર્ષક વેલ્યુએશને રોકાણ સતત વધતું જોવાયું છે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૪૩ અને વધનારની સંખ્યા ૧૦૨૭ રહી હતી. ૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, હવે સંસદનું ચાલુ થયેલું શીયાળું સત્ર રાજકીય મોરચે મહારાષ્ટ્રની અપસેટ સર્જતી ધમાલ વચ્ચે હવે રજૂ થનારા ૨૭ બિલો કઈ રીતે પસાર કરાવી શકાય છે, એના પર બજારની નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં રજૂ થનારા ઓકટોબર ૨૦૧૯ મહિનાના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના આંકડા અને ભારતની ત્રીજા ત્રિમાસિકના જીડીપી વૃદ્વિના જાહેર થનારા આંકડા પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૧૩૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૦૨ પોઈન્ટ થી ૧૨૦૮૮ પોઈન્ટ, ૧૨૦૭૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ડિવિસ લેબ ( ૧૭૬૭ ) :- રૂ.૧૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૭૩૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૭૮૩ થી રૂ.૧૭૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૭૧ ) :- રિફાઇનરી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૪ થી રૂ.૧૫૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૫૫૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • તાતા એલેક્સી ( ૮૦૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલૉજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૧૮ થી રૂ.૮૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.