એનસીડીએકસમાં ૧૮ જાન્યુઆરીથી સ્ટીલના વાયદાના સોદા પુન: શરૂ થશે

લોખંડ વપરાશકારોને ભાવ અસ્થિરતામાં મદદ મળશે

સ્ટીલના લાંબા ગાળાના કરારનું આધાર કેન્દ્ર પંજાબનું ગોવિંદગઢ રહેશે

દેશના મહત્વના કૃષિ ઉત્પાદન એકસચેંજ નેશનલ કોમોડીટી એન્ડ ડેરીવેટીવ્ઝ એકસચેંજ (એનસીડી એકસ) આગામી તા.૧૮ જાન્યુઆરી સોમવારથી સ્ટીલ વાયદાના સોદાનો પૂન: પ્રારંભ કરશે. પ્રારંભીક તબકકા આ વાયદાના સોદા ફેબ્રુઆરી માર્ચ એપ્રીલ માસમાં પૂર્ણ થતા મહિનાઓ માટે થશે. આ વર્ષમાં પ્રથમ શરૂ થનાર આ સ્ટીલ વાયદાના સોદાના પ્રારંભ સાથે એનસીડીએકસ વાયદા, ઓપ્શન અને સૂચકાંક જેવા ડેરીવેટીવ્ઝની બિનકૃતિ સમુહની સેવા આપવાનાં ક્ષેત્રમાં ફરી પ્રવેશ કર્યો છે. એનસીડીએકસના એમડી અને સીઈઓ વિજયકુમારે જણાવ્યું હતુ કે આગામી સમયમાં ભારતની પાંચ અબજની અર્થ વ્યવસ્થા બનાવવામાં સરકારી પ્રોત્સાહનના લીધે ભારત માળખાકીય સવલતો વધારવામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. જેનાં પરિણામે સ્ટીલની માંગમાં એક તરફી વૃધ્ધિની સંભાવના છે. માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં લોખંડની કિંમત મહત્વની છે. એવા સમયે વિકાસકારોને દેશમાં યોગ્ય પ્લેટફોર્મનાં અભાવે કિંમતોમા અસ્થિરને સંતુલીત કરવાનું મુશ્કેલ બને છે.

અમે લોન્ચ કરી રહેલા સ્ટીલ વાયદાના સોદાથી આવી સંસથાઓને અસ્થિર ભાવથી બચવા માટે એક વિશ્ર્વાસપાત્ર અને પારદર્શક જોખમ વ્યવસ્થાપન સાધન મળી રહેશે.સ્ટીલ સોદા સમસ્યા અને બીલેટસ જેવા ૧૦ મેટ્રીક ટનના સુધીનાં વ્યાપારી સ્ટીલ ઉત્પાદનના વેપારમાં મદદરૂપ બનશે. જેનું આધાર કેન્દ્ર પંજાબનું ગોવિંદગઢ હશે જયારે વધારાનું વિતરણ કેન્દ્ર ઉત્તર પ્રદેશનાં ગાજીયાબાદમા હશે.ભારતમાં વ્યકિત દીઠ લોખંડની માંગ (વપરાશ) ૨૦૦૮માં સીએજીઆરની ૪૩૩ ટકા એટલે કે ૪૬ કિલોતી તે ૨૦૧૯માં ૭૪.૧૦ કિલોગ્રામ થઈ હતી ઈન્ડિયન સ્ટીલ એસોસીએશન ના જણાવ્યા પ્રમાણે સ્ટીલની માંગ ૨૦-૨૧માં ૭ ટકા વધવાની શકયતા છે. એનસીડીએકસનાં બિઝનેશ એન્ડ પ્રોડકટસ પ્રમુખ કપિલ દેવે જણાવ્યું હતુ કે ભારતમાં સ્ટીલનો વપરાશ માંગ રૂપીયાની સરખામણી એ ઝડપથી વધવાની સંભાવના છે. કારણ કે ૧૧૧ લાખ કરોડની નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈન ની યોજનાઓમાંથી ૪૪ લાખ કરોડ રૂપીયાની યોજનાઓ અગાઉથી જ કાર્યરત કરી દેવાઈ છે.ઘરેલુ ઉત્પાદન અને નિકાસ પણ ઝડપથી વધી રહી છે. બીજી તરફ સ્ટીલ અને તેના કાચા માલની કિંમતોની આખી શ્રૃંખલાના ઉપયોગ કરનારાઓને ભાવની અસ્થિરતા મોટો પડકાર બને છે. તેને ધ્યાને લઈ આ સંજોગોમાં સ્ટીલના વાયદાના સોદા શરૂ થવાથી ઉત્પાદકો તથા વપરાશકારોને માટે ભાવ વધઘટના જોખમોની વ્યવસ્થા કરવામાં મદદરૂપ બનશે. ભારત સરકારે સ્થાનિક કંપનીઓનાં રક્ષણ માટે એન્ટી ડંપીંગ અને સુરક્ષા કટ લેવા સાથે મોટાભાગની સ્ટીલ વસ્તુઓ પર આવકજકાત બે વખત વધારી છે. આ અગાઉ સ્ટીલ ક્ષેત્રમાં ઓટોમેટીક માર્ગે ૧૦૦ સીધા મૂડી રોકાણ (એફડીઆઈ)ની મંજૂરી આપતી રાષ્ટ્રીય લોખંડ નીતિ ૨૦૧૭ નૈ ૨૦૩૦-૩૧ સુધી ચાલુ રાખી છે. સ્ટીલનો વપરાશ પ્રતિ વ્યકિત ૧૬૦ કિલોગ્રામ સુધી વૃધ્ધ કરવા માટે આ નીતિ લંબાવાઈ છે.

Loading...