Abtak Media Google News

મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

વિશ્ર્વભરમાં અને ભારતભરની સૌથી મોટી પ્રતિમા એવી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તા.૩૧મી ઓકટોબરના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાપર્ણ થવા જઇ રહ્યું છે.2 123 તેના ભાગરુપે રાજકોટના અલગ અલગ વોર્ડમાં એકતા રથયાત્રા આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વોર્ડ નં.૭ અને ૮ માં એકતા રથયાત્રા અમરનાથ મહાદેવ મંદીર ખાતેથી પ્રસ્થાન કરી વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. એકતા રથયાત્રામાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર સિઘ્ધાર્થ ખત્રી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકો દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમા સાથેની એકતા રથયાત્રાનું ભાવભેર સ્વાગત કર્યુ હતું.6 35અબતક સાથેની વાતચીતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યુ એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાયી પુરા વિશ્વમાં નામ રોશન કર્યુ છે. આગામી ૩૧મી ઓકટોદબર સરદાર પટેલના જન્મદિવસ નીમીતે વિશ્વની સૌથી ઉચી ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખુલ્લુ મુકવાના છે. જેના અનુસંધાને આ એકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.3 102અબતક સાથેની વાતચીતમાં મેયર બીનાબેન આચાર્યેએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એકતા યાત્રાનું વોર્ડ નં. ૭ અને ૮ માં આયોજન છે. ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી દ્વારા ગુજરાતભરમાં યાત્રાનું આયોજન કર્યુ છે. જેના ભાગરુપે રાજકોટમાં પણ જુદા જુદા વોર્ડમાં ફરવામાં આવશે. સંત મહંતો, વિઘાર્થીઓ અને લોકો દ્વારા પણ જેનું ભાવભેર સ્વાગત કરવામાં આવે છે.4 72

અબતક સાથેની મુલાકાતમાં મ્યુનિસિપલ કમિશન બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ એકતા અખંડતામાં માનતા હતા. ભારતને રજવાડાઓને એકત્રિત કરી ભારતને અખંડીતા બનાવવામાં જે કામગીરી કરી છે. તેની યાદગાર રુપે સાચી શ્રઘ્ધાંજલી સ્વરુપે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી માર્ગદર્શન હેઠળ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાપર્ણ થવા જઇ રહ્યું છે. સરદાર પટેલ સાહેબની સાચી શ્રઘ્ધાંજલી માટે આપણે તેમને યાદ કરીએ અને એકતા રથયાત્રામાં જોડાણ આપીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.