છોટા ઉદેપુરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી: મુખ્યમંત્રી કરશે ધ્વજવંદન

74
state-level-celebration-of-independence-day-celebrated-in-chhota-udaipur:-cm-to-flag
state-level-celebration-of-independence-day-celebrated-in-chhota-udaipur:-cm-to-flag

રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી જસદણમાં: મંત્રી રમણલાલ પાટકર ધ્વજવંદન કરશે: ૧૦ જિલ્લાઓમાં કલેકટરોના હસ્તે ધ્વજવંદન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૭૩માં સ્વાતંત્રય પર્વ ૧પ-ઓગસ્ટ-ર૦૧૯ના સવારે ૯ કલાકે છોટાઉદેપૂરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવવાના છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવશે. સ્વતંત્રતાના આ ૭૩માં રાષ્ટ્રીય પર્વની ઉજવણીઅંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવશે. મંત્રીમંડળના મંત્રીઓ જે જિલ્લાઓમાં ધ્વજવંદન કરાવવાના છે તેની વિગતો આ મુજબ છે.

આર. સી. ફળદુ તલોદ જિ:- સાબરકાંઠામાં, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર ગ્રામ્ય જિ:- ભાવનગરમાં, કૌશિકભાઇ પટેલ કલોલ જિ:- ગાંધીનગરમાં, સૌરભભાઇ પટેલ વડીયા જિ:- અમરેલીમાં, ગણપતભાઇ વસાવા વિજાપુર જિ:- મહેસાણામાં, જયેશકુમાર રાદડિયા જોડીયા જિ:- જામનગરમાં, દિલીપકુમાર ઠાકોર કુકરમુંડા જિ:- તાપીમાં, ઇશ્વરભાઇ પરમાર   સાવલી જિ:- વડોદરામાં, કુંવરજીભાઇ બાવળીયા સોજીત્રા જિ:- આણંદમાં, જવાહરભાઇ ચાવડા ચુડા જિ:- સુરેન્દ્રનગરમાં, પ્રદિપસિંહ જાડેજા લીમખેડા જિ:- દાહોદમાં, બચુભાઇ ખાબડ શેહરા જિ:- પંચમહાલમાં, જયદ્રથસિંહજી પરમાર સરસ્વતી જિ:- પાટણમાં, ઇશ્વરસિંહ પટેલ ધોલકા જિ:- અમદાવાદમાં, વાસણભાઇ આહિર નડીયાદ જિ:- ખેડામાં, વિભાવરીબેન દવે દાંતા જિ:- બનાસકાંઠામાં, રમણલાલ પાટકર જસદણ જિ:- રાજકોટમાં, કિશોરભાઇ કાનાણી ધરમપુર જિ:- વલસાડમાં, યોગેશભાઇ પટેલ માંડવી જિ:- સુરતમાં, ધર્મેન્દ્રસિંહ જાડેજા અબડાસા જિ:- કચ્છમાં ધ્વજવંદન કરશે. 

૭૩માં સ્વતંત્રતા પર્વે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં જિલ્લા કલેકટરોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમો યોજાવાના છે. તદ્દઅનુસાર, નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેકટરો ધ્વજવંદન કરાવશે.

Loading...