Abtak Media Google News

સ્ટેટ જીએસટી હેઠળ રાહતો આપવાના નિર્ણયથી વેપારીઓ અને ઉદ્યોગકારોને રાહત

રાજય સરકારે વેપારીઓને વેટની રાહતો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના મારફતે આપવાનું નક્કી કર્યું છે. તમામ વેટની રાહતો જીએસટી અંતર્ગત આપવામાં આવશે.

ઉદ્યોગો અને વેપારીઓ ઘણા સમયથી સરકાર સમક્ષ વેટમાં અપાતી હોય તેવી છૂટછાટો સ્ટેટ જીએસટીમાં આપવાની રજૂઆતો કરી રહ્યાં હતા. જેને રાજય સરકારે સ્વીકારતા વેપારીઓમાં આનંદનો માહોલ છે. આ જીએસટીના સુધારાના કારણે લાખો વેપારીઓને રાહત મળશે.

વેટની રાહતો જીએસટી મારફતે આપવાના નિર્ણયથી વેપારીઓની જીએસટી સંદર્ભે પડતી મુશ્કેલીઓને રાહત મળી છે. આ નિર્ણય મામલે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ સેક્રેટરી મનોજ દાસે કહ્યું હતું કે, રાજય સરકારે વેટના બેનીફીટસ સ્ટેટ જીએસટી હેઠળ આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય ઉદ્યોગો અને પોલીસી હેઠળ લેવામાં આવશે.

ગુજરાત જ વેંચાતા માલ-સામાન પર આ રાહત મળશે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ મુદ્દે વિગતવાર માહિતી પ્રસિધ્ધ કરવામાં આવશે. સરકારના નિર્ણયથી ઉદ્યોગોને ફાયદો થશે. ટેકસ ટાઈલ્સ ક્ષેત્રને નવા સ્ટ્રકચરથી ઘણો ફાયદો થશે.

આ ઉપરાંત અન્ય ઉદ્યોગોને પણ સરકારના નિર્ણયથી રાહત થશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.