Abtak Media Google News

રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયું

રાજકોટ ખાતે તા.૧ થી ૩ જુન દરમ્યાન શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે યોજાયેલ ચિત્ર-ફોટો શિલ્પ ક્રાફટસ જેવા વિવિધ માધ્યમોમાં ભારતનાં સિઘ્ધહસ્ત ૨૦૦ કલાકારોનાં હસ્તે તૈયાર થયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિષયાંકન કરેલ ૯૦૦ કૃતિનું પ્રદર્શન રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલ્લુ મુકયું હતું.

આ તકે અગ્રણી રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, ગાંધીજી પછી લોકમત કેળવનાર, પ્રજામાં લોકપ્રિય થનાર નેતા નરેન્દ્રભાઈ મોદી છે. તેમના ચિત્રો કલાકારો અને લોકોને પ્રેરણા આપે છે. ગુજરાત કલાક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવે તે માટે રાજય સરકાર હકારાત્મક છે. આ પ્રદર્શનમાં યુ.પી., મહારાષ્ટ્ર, રાજસ્થાન, છતીસગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાંથી રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગોંડલ, અમદાવાદ, ધોરાજી, બોટાદ, ગાંધીનગર, સુરત, વાપી, આણંદ, ભુજ, સુરેન્દ્રનગર, મોરબી, ધ્રાંગધ્રા, ઉના વગેરેનાં કલાકારોએ પોતાની કૃતિ પ્રદર્શિત કરેલ છે.

આ પ્રસંગે અગ્રણી કમલેશભાઈ મિરાણી, ભાનુબેન બાબરિયા, નાગદાનભાઈ ચાવડા, રીવાબા જાડેજા, રામભાઈ મોકરીયા, ડો.યોગરાજસિંહ જાડેજા, નારી શકિતનાં તૃપ્તીબા રાઓલ, કલાકારો, કલાપ્રેમીઓ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ભારતભરનાં કલાકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે આયોજકો ડો.અજયભાઈ જાડેજા, ચિત્રકાર ડો.અશોક પટેલ, અજયભાઈ ચૌહાણ તથા ડો.અમિતભાઈ માણેકે જહેમત ઉઠાવી હતી.

12 2

અબતક સાથેની વાતચીત દરમિયાન રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, નારી શકિત એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સુંદર એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મારા મોટા ભાઈ જેવા અજયસિંહ, જયરાજસિંહ તથા સમગ્ર ટીમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બીજી ઈનીંગ શરૂ થવા જઈ રહી છે.

12 3 ત્યારે ૨૦૦ જેટલા કલાકારોએ ૯૦૦ ચિત્રોનું પ્રદર્શન રજુ કર્યું છે ત્યારે રાજકોટ માટે ગર્વની બાબત કહેવાય. કારણકે આપણા મોદી સાહેબની પોલીટીકલ યાત્રા રાજકોટથી દિલ્હી સુધી પહોંચી છે. તેમાં રાજકોટનો બહુ મોટો ફાળો છે. અનેક કલાકારોએ પોતાની આવડત પ્રમાણે મોદી સાહેબનાં ચિત્રો બનાવેલ છે ત્યારે હું સૌને અભિનંદન પાઠવું છું.

અબતક સાથેની વાતચીત દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પહેલા મિસ્ટર ઈન્ડિયા નામનું ચિત્ર આવેલું. અનિલ કપુરનું ચિત્ર કાલ્પનિક ચિત્ર હતું તે મિસ્ટર ઈન્ડિયામાં દેશનો કોઈ રાજનેતા ફિટ થતો ન હતો પરંતુ ૨૦૧૪ અને ૨૦૧૯નાં જવલંત વિજય બાદ નરેન્દ્રભાઈ મોદી મિસ્ટર ઈન્ડિયા નામ સાથે મિસ્ટર ઈન્ડિયા નરેન્દ્ર મોદી ફીટ થાય છે.

આ ભાવનાને લઈને અમારા અજયસિંહ જાડેજાએ એક પ્રદર્શનનું આયોજન કર્યું છે અને નરેન્દ્રભાઈના જ દોરેલા રંગોળી સહિત અનેક પઘ્ધતિ પ્રમાણે કલાકારની આવડત, રૂચી પ્રમાણે બાળપણથી લઈ અત્યાર સુધીનાં અલગ-અલગ વિષય અનુ‚પ સુંદર ચિત્રો બનાવ્યા છે તે ખુબ જ અદભુત છે. તેના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યો છું ત્યારે આ આયોજન બદલ તેમને અભિનંદન પાઠવું છું તથા કલાકાર તરીકે અજયસિંહ જાડેજા શ્રેષ્ઠ પોતાના સાથી અને જુનિયર કલાકારોને સાથે લઈ પ્રદર્શનનું આયોજન કર્યું છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન કલાકાર જોષી પ્રતિક્ષાએ જણાવ્યું હતું કે, હું જામનગરથી આવી છું અને મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે કૃતિઓ બનાવી છે અને તે એકઝીબીશનમાં પ્રદર્શિત કરી છે. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં ભારતભરમાંથી ૨૦૦ આર્ટીસ્ટોએ ભાગ લીધો છે. જેમાં ૯૦૦ જેટલા પેન્ટીંગ રાખવામાં આવ્યા છે. વડાપ્રધાનની પેઈન્ટીંગ બનાવીને ખુબ જ ખુશી થાય છે. મને પેન્ટીંગ બનાવતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. બાળપણથી જ પેઈન્ટીંગ કરવાનો શોખ છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન કલાકાર નિશા કારિયાએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૯૦૦ જેટલી કૃતિઓ શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવી છે. તેમાં મારી કૃતિઓ પ્રદર્શિત કરી છે. ખુબ જ આનંદ થાય છે કે અમને ઉભરતા નવા કલાકારોને આવું પ્લેટફોર્મ મળે છે અને મેં મારું પેઈન્ટીંગ બે દિવસમાં પૂર્ણ કરેલું છે જે થીમ છે તે મેં વડાપ્રધાન મોદીની સરખામણી સિંહ સાથે કરી છે. સિંહ જેમ જંગલનો રાજા છે અને નરેન્દ્ર મોદીએ બધાના લોકપ્રિય છે તેઓ ખુબ જ પોઝીટીવ છે એ વિચારીને મેં મારું પેઈન્ટીંગ બનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.