Abtak Media Google News

ખેડૂતોને ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મળે તે માટે રાજય સરકાર કટીબદ્ધ: સાંસદ કુંડારીયા

ગોંડલમાં કૃષિ કલ્યાણ મહોત્સવ યોજાયો: બેસ્ટ ફાર્મર એવોર્ડના વિજેતા ત્રણ ખેડૂતોને સન્માનિત કરાયા

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ દ્વારા  ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કૃષિ કલ્યાણ મહોત્સવ – ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના દિપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરી હતી.

આધુનિક કૃષિની કાર્યનિતી ઘડીને તેના સુચારૂ અને સુયોગ્ય-અમલીકરણ વડે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયત્નોનું મહત્તમ ફળ ખેડૂતોને મળે તે માટે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કૃષિ કલ્યાણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઓછા ખર્ચે-મહત્તમ ઉત્પાદન મળે અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. પાણીના બગાડને અટકાવીને – પાણીના ટીપે-ટીપાનો ઉ૫યોગ કરીને કૃષિને સમૃધ્ધ બનાવીએ. પાણીરૂપી બેન્કને જમીનમાં રિચાર્જ કરીને આપણી આવનારી પેઢીના જીવનને લીલુંછમ બનાવીએ. આ પ્રસંગે બેસ્ટ ફાર્મર એવોર્ડ- ૨૦૧૭ ના વિજેતા ત્રણ ખેડૂતોને રૂ. ૨૫,૦૦૦/- એવોર્ડ તા સન્માન પત્ર આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ગોંડલ એ.પી.એમ. સીના ચેરમેન જયંતીભાઈ ઢોલ તેમજ ગૌ સેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કીરીયાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. પાલકોને બકરા એકમ, મરઘા એકમ, મિલ્કીંગ મશીન, તબેલો બનાવવાની યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી તા ગુંદાળા ગામની ગૌશાળા ખાતે પશુ સારવાર કેમ્પ અને કુત્રિમ બિજદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પાક પ્રદર્શન તેમજ ખેતીને લગતા ૨૫ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા.  કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક ખેતી, તેમજ ટેકનોલોજી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા અગ્રણી ડી.કે.સખીયા,  ભાનુભાઈ મહેતા, જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસીયા, ગોંડલ પ્રાંત અધિકારી આર. એમ.રાયજાદા,આત્મા પ્રોજેક્ટના નિયામક બી.એમ.આગઠ, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવા,પશુપાલન નાયબ નિયામક વઘાસીયા તેમજ ખેડૂતભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.