Abtak Media Google News

સરકારે ગત ૯ માસમાં ૮૨ યોજનાઓ પર લગાવી મંજુરીની મહોર: માધાપર, મોટામવા અને મુંજકા રાજકોટ મહાપાલિકામાં ભળે તેવી સંભાવના

ગુજરાત રાજયનાં પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયને એક અલગ ઓળખ આપવા માટે અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે. જેમાં તેઓએ છેલ્લા ૯ માસમાં ૮૨ યોજનાઓને મંજુરી આપી દીધી છે જેમાં ૭૨ ટીપી સ્કીમો અને ૧૦ ડીપી સ્કીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો અમદાવાદની ૧ ડ્રાફટ તથા ૧ પ્રિલીમીનરી જયારે સુરતની ૨ પ્રિલીમીનરી તથા રાજકોટની ૧ પ્રિલીમીનરી સ્કિમનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણીએ ૨૦૧૮નાં વર્ષમાં નગર રચના યોજનાઓને મંજુર કરવાનો ઈતિહાસ રચ્યો હતો અને તેને પ્રથમ વખત પૂર્ણ કર્યા બાદ હવે તેમનાં દ્વારા ૨૦૧૯માં પણ વિકાસલક્ષી મંજુરીની સદી તરફની આગેકુચ જારી રાખવામાં આવી છે.

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી દ્વારા ટીપી અને ડીપીમાં ઝીરો પેડન્સીઓ લક્ષ્ય રાખવાની વિભાગને સુચનાઓ પણ આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરાની તમામ ટીપી મળીને કુલ ૬ ટીપી સ્કીમને એક જ દિવસમાં મંજુરી આપી છે જેમાં એક ડ્રાફટ સ્કિમ અને એક પ્રિલીમરી સ્કિમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા અમદાવાદમાં ૪૪૦ ટીપીને મંજુરી મળી છે જેમાં ચેખલા, ગોધાવી, ગારોડીયા, વંશજડા, ધૈડીયા અને ઉનાલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતેની જે ટીપી સ્કીમોને મુખ્યમંત્રી દ્વારા મંજુરી આપવામાં આવી છે તેમાં અમદાવાદ શહેરને વધુ વિકસિત કરવા માટે રાજય સરકારે વધારાની ૩૩૦ હેકટર જમીનને સુયોજીત વિકાસ થાય તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે.

અમદાવાદ, સુરત તથા રાજકોટની આવરી લેતી ૪ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કિમોને મંજુરી આપ્યા બાદ ૩૨૫ હેકટર જમીનનો વિકાસ કરવામાં આવશે. આ તકે ગુજરાતનાં રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવતાં કહ્યું હતું કે, જો ટાઉન પ્લાનીંગ સ્કિમોને ઝડપભેર મંજુરી નહીં મળે તો શહેરનો વિકાસ અટકી જશે અને કોઈપણ પ્રોજેકટ ઉપર કામગીરી થઈ શકશે નહીં. જેનાં કારણે ઝડપી ટીપી સ્કીમોને મંજુરી મળી રહે તે દિશામાં સરકાર પગલા ભરી રહી છે. સ્કિમોને મંજુરી મળતાની સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ તેજી આવાની સંભાવના સેવાઈ છે ત્યારે રાજયનાં વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે પગલા લેવામાં આવી રહ્યા છે તે અત્યંત સરાહનીય છે.

હાલ રાજકોટનાં માધાપર, મોટામવા અને મુંજકાને રાજકોટ મહાનગરપાલિકામાં ભેડવવા માટેનાં પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકામાં ભેગા થતા જ માધાપર, મોટામવા, મુંજકા ગામનો પૂર્ણત: વિકાસ થશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાનો પૂર્ણત: લાભ પણ મળી રહેશે. હાલ માધાપર, મોટામવા અને મુંજકા દ્વારા મહાપાલિકામાં ભળવા માટેનો ઠરાવ સૌપ્રથમ ગ્રામ પંચાયતમાં કરવો જોઈએ તે હજુ સુધી કરવામાં આવ્યો નથી.

સતામંડળને સાંપ્રત થતી જમીનોથી આંતર માળખાકીય સવલતો મળી રહે તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે જેનાં કારણે ખાનગી જમીન માલિકોનો વિકાસ કરવામાં વેગ મળશે.

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પારદર્શિકતા અને નિર્ણાયકમકતાનાં અભિગમ સાથે નવી અથવા વર્ષો જુની કોઈપણ ટીપી સ્કીમને ત્વરીત મંજુરી આપવા માટેની પહેલ કરી છે અને જો કોઈ કિસ્સામાં વિસંગતતા જણાય તો તે અંગે જરૂરી સુધારા નાગરીકોને વિના વિલંબે વિકાસનાં લાભો આપવા માટે તૈયારી પણ દાખવી છે. આ ઉપરાંત તેઓએ રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસીલીટીનું વહેલાસર અમલીકરણ થાય તે અંગે સુચનાઓ પણ આપી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.