Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ રાજકોટવાસીઓને ભેટ: ચાર માસમાં રાજકોટની કુલ ૭ પ્રિલીમીનરી ટીપી સ્કીમને સરકારે આપી મંજૂરી: વિકાસના દ્વાર ખુલશે

અષાઢી બીજના પાવનકારી પર્વની પૂર્વ સંધ્યાએ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટવાસીઓને યાદગાર ભેટ આપી છે. રાજકોટની ત્રણ પ્રારંભીક ટીપી સ્કીમને રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. છેલ્લા ચાર માસમાં રાજ્ય સરકારે રાજકોટની સાત પ્રીલીમીનરી ટીપી સ્કીમને મંજૂરી આપી છે. આજે ટીપી સ્કીમન નં.૧૫ (વાવડી), ટીપી સ્કીમ નં.૧૨ (કોઠારીયા) અને ટીપી સ્કીમ નં.૨૭ (મવડી) ઉપરાંત અમદાવાદ અને કડી તા અમદાવાદ તા બરોડાની ટીપી સ્કીમ સહિત ૭ ટીપીને મંજૂરીની મ્હોર મારવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ ઝડપી પૂર્ણ કરવા તા મંજુર કરવામાં આવે તે ઉદ્દેશ્યને પાર પાડવાના અભિગમને ર્સાક કરતા, આજે ૦૨ ડ્રાફટ ટી.પી., ૦૪ પ્રીલીમીનરી ટી.પી. તા ૦૧ ફાયનલ ટી.પી. મળી કુલ ૦૭ ટી.પી.ને મંજુરી આપી છે.

મંજુર થયેલ સ્કીમોમાં રાજકોટની ત્રણ પ્રારંભિક સ્કીમો નં.૧૫ (વાવડી), નં.૧૨ (કોઠારીયા) તા નં.૨૭ (મવડી)નો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદની નં.૮૯(વટવા-૧) અને કડીની અંતિમ સ્કીમ ઉપરાંત અમદાવાદ અને વડોદરાની અનુક્રમે ૪૦૩/બી (સનાલ-નવાપુર) તા નં.૩ (સેવાસી)ની ડ્રાફટ ટી.પી. પણ સમાવિષ્ટ છે.

ખાસ કરી રાજકોટ માટે આનંદના સમાચાર કહી શકાય તેમ છેલ્લા ચાર માસમાં જ રાજકોટ શહેરની કુલ સાત પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમોની મંજુરી મળેલ છે જેમાં અગાઉ નં.૨૨ (રૈયા), નં.૧૯ અને ૧૩(રાજકોટ) અને નં.૧૬ (રૈયા) સમાવિષ્ટ છે.

મંજુર થયેલ પ્રીલીમીનરી સ્કીમ પૈકી કેટલાંકની ડ્રાફટ સ્કીમ તો પંદર વર્ષ પહેલા મંજુર યેલ, જ્યારે આજ રોજ મંજુર કરાયેલ ડ્રાફટ સ્કીમો ૨૦૦૬ થી જારીમાં હતી. આમ રાજકોટ શહેરના આયોજનમાં અને અમલીકરણમાં મુખ્યમંત્રી વિજયભાઈની સૂચનાી ઝડપ આવેલ છે.

મોજે કોઠારીયા, વાવડી તા મવડીની મંજુર કરાયેલ આશરે ૩૧૦ હેક્ટર્સ જેટલા વિસ્તારની પ્રીલીમીનરી સ્કીમમાં સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ-૧૧૧ જેટલા પ્લોટ મળશે, જેનો કુલ વિસ્તાર આશરે ૬,૮૧,૬૨૩ ચો.મી. જેવો થાય છે. આમાં ટી.પી. ૧૨ (કોઠારીયા)માં કુલ-૩૩ પ્લોટનો આશરે ૧,૬૫,૫૮૦ ચો.મી. જેટલો વિસ્તાર થાય છે. જ્યારે ટી.પી. ૧૫ (વાવડી) અને ૨૭ (મવડી)માં અનુક્રમે ૨૭ પ્લોટનો ૨,૨૫,૭૧૧ ચો.મી. તા ૫૧ પ્લોટોનો ૨,૮૯,૩૩૨ ચો.મી. જેટલો વિસ્તાર થાય છે.

આ પ્લોટોમાં બાગબગીચા, ખુલ્લી જગ્યા, સુખાકારી માટેની જાહેર સુવિધાઓ માટેના પ્લોટ તા સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટેના પ્લોટોનો સમાવેશ થાય છે. આટલી જમીનો સત્તામંડળને મળવાી શહેરના વિકાસને વેગ મળવા સાથે નાગરિકોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ શહેરી વિકાસ વિભાગમાં નાગરિકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે વિના વિલંબે નાગરિકલક્ષી હકારાત્મક અભિગમી ત્વરિત કામ કરવા અધિકારીઓને તાકીદ કરી છે. જેના ફળસ્વરૂપે ગત પાંચ માસમાં જ પચાસ જેટલી ડી.પી. / ટી.પી.ને મંજુરી આપી શહેરી વિસ્તારમાં ખરા ર્અમાં લોકોની મુશ્કેલીઓને નિવારવા કામગીરી વેગવંત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.