Abtak Media Google News

ખેડુતોની આવક બમણી કરવાના રાજય સરકારના અભિયાનને ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી નવું બળ પુરૂ પાડે છે. ઓછા ખર્ચે અને એાછી મહેનતે સંપૂર્ણ પ્રાકૃતિક ખાતર અને નિયંત્રક દ્વારા મેળવવામાં આવતું ઓર્ગેનિક ઉત્પાદનએ આજના સમયની માંગ છે. આ ઉત્પાદન ખેડૂતની આવકમાં નિશ્ચિતપણે વધારો કરે છે. ત્યારે રાજય સરકારે  પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક કૃષિ કીટની ખરીદી માટે ૭૫ ટકા સહાય આપવાનું નક્કી કર્યુ છે.

રાજય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા. ૨૬ જુનના ઠરાવ અન્વયે પ્રાકૃતિક કૃષિ કીટની ખરીદીમાં ૭૫ ટકા સહાય બાબતે માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જે મુજબ આ કામગીરી આત્મા દ્વારા કરવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતી દ્વારા જીવામૃત બનાવવા માટે લાભાર્થીને ૭૫ ટકા સહાય આપવા રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અન્વયે ૧૩.૫૦ કરોડના ખર્ચને વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.

આ પ્રાકૃતિક કિટમાં ખેડૂતોને પ્રવાહી જીવામૃત બનાવવા માટે ૨૦૦ લીટરનું ઢાંકણ વગરનું ડ્રમ, ૧૦ લીટરના બે પ્લાસ્ટીકના ટોકર (ટબ) તથા ૧૦ લીટરની પ્લાસ્ટીકની એકડોલનો સમાવેશ થાાય છે. જેના પ્રતિ કિટ ખર્ચના ૭૫ ટકા અથવા રૂા. ૧૩૫૦ પૈકી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.