Abtak Media Google News

પુલવામામાં સીઆરપીએફ જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ કેસમાં ફરી સામસામે આવી ગયા છે. પૂર્વ ભારતીય નેવી ઓફિસર જાધવને આપવામાં આવેલી મોતની સજા વિશે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)માં સોમવારે સુનાવણી કરવામાં આવી છે. આ સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે.

સોમવારે ભારતીય વકીલ હરીશ સાલ્વે અને મંગળવારે પાકિસ્તાનના વકીલ ખાવર કુરૈશી દલીલો રજૂ કરશે. ત્યારપછી ભારત 20 ફેબ્રુઆરીએ જવાબ આપશે અને ઈસ્લામાબાદ 21 ફેબ્રુઆરીએ તેમની છેલ્લી દલીલ રજૂ કરશે.

123456પાકિસ્તાનના સૈનિકોએ કુલભૂષણ જાધવની માર્ચ 2016માં બલુચિસ્તાનના પ્રાંતથી ધરપકડ કરી હતી. તેના પર અફઘાનિસ્તાનમાં જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે અને મિલટ્રી કોર્ટે 10 એપ્રિલ 2017માં મોતની સજા આપી છે. આ સજાને રોકવા માટે ભારતે આઈસીજેની મદદ માંગી છે. ત્યાર પછી કોર્ટે 2017માં જાધવની સજા પર રોક લગાવી હતી. જોકે પાકિસ્તાને કહ્યું છે કે, તેઓ કુલભૂષણની સજામાં ફેરફાર નહીં કરે.

કુલભૂષણના પરિવારજનો 2017માં તેને મળવા પાકિસ્તાન ગયા હતા. ત્યારે તેના પરિવારને પણ પરેશાન કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન જાધવ અને પરિવાર પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી હતી અને તેમની વચ્ચે એક કાચની દિવાલ પણ રાખવામાં આવી હતી. આ ઉપરાંત કુલભૂષણ જાધવની પત્નીનું મંગળસૂત્ર અને ચપ્પલ પણ કઢાવી દેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.