Abtak Media Google News

અમરેલીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. આર. કે. જાટની સુચના થી, ડો. આર. આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ આંસોદર અને માલવિયા પીપરિયામાં શાળા આરોગ્ય તપાસણી નો પ્રારંભ થયો છે. આંસોદરમાં ઉપસરપંચ ઘનશ્યામભાઈ કાકડિયા તેમજ માલવિયા પીપરિયામાં સરપંચ ભીખાભાઈ વાઘેલા સહિત શાળા સ્ટાફ આશા વર્કર બહેનો આંગણવાડી વર્કર હેલ્પર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં અગ્રણીઓના વરદહસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ નું ઉદ્દઘાટન કર્યું હતું.

Img 20191125 Wa0021

આ કાર્યક્રમમાં આર.બી. એસ. કે. ટીમના ડો. હરિવદન પરમાર, ડો. ચાંદની સોલંકી, કોમલબેન, અમિતભાઈ અને પુરોહિતભાઈ દ્વારા ઓડિયો વિડિયોના માધ્યમથી આરોગ્ય શિક્ષણ આપી, લોકજાગૃતિ માટે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ શાળા, આંગણવાડીઓ અને આરોગ્ય સંસ્થાઓ ની સફાઈ અને ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષો નું વૃક્ષારોપણ કરી સ્વચ્છતા ની શપથ લઈ ડો આર આર મકવાણા દ્વારા વિદ્યાર્થી ઓને સારી સુટેવ અંગે અવગત કરાયા હતા અને પર્યાવરણની જાળવણીનું  ઉમદા કાર્ય કરેલ હતું. આ કાર્યક્રમ માં શાળાના શિક્ષકો, આરોગ્ય કાર્યકરો, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.