Abtak Media Google News

મેઈન રોડ, ગરબી ચોક અને ત્યારબાદ આંતરીક રસ્તાઓ પર પેચવર્ક કરાશે: નવરાત્રી પહેલા રસ્તાઓ ફરી ટનાટન થઈ જશે: મેયર સતત મોનીટરીંગમાં

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદના કારણે શહેરના મોટાભાગના રાજમાર્ગો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. રાજકોટમાં રસ્તાઓને ફરી ટનાટન બનાવવા માટે મહાપાલિકા દ્વારા ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. દરમિયાન મેઘરાજાએ વિરામ લેતા અને ફરી તડકા પડવાનું શ‚ થતાં આજથી શહેરના તમામ ૧૮ વોર્ડમાં પેચવર્કનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. રોડ-રસ્તાઓ પર પડેલા ગાબડાઓ પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી એકાદ સપ્તાહમાં પેવર કામ શ‚ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શહેરના તમામ ૧૮ વોર્ડમાં પેચવર્કનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. સૌપ્રથમ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા સામાન્ય ખાડા બુરવા માટે પેચવર્ક કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ગરબી ચોકનો વારો લેવામાં આવશે અને છેલ્લે કે સોસાયટીના આંતરીક રસ્તાઓમાં પેચવર્કની કામગીરી શ‚ કરવામાં આવશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારે વરસાદના કારણે રાજકોટના રાજમાર્ગોને માતબર નુકશાન થવા પામ્યું છે. આ માટે રાજય સરકાર દ્વારા ગત સપ્તાહે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગત ગુ‚વારે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ત્રણેય ઝોનમાં પેવરકામ માટે ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. દરખાસ્તને સ્ટેન્ડિંગ કમીટીએ મંજૂરીની મહોર આપ્યા બાદ મ્યુનિ.કમિશનરે પણ વહીવટી મંજૂરી આપી દીધી છે. સંભવત: આવતા સપ્તાહથી ત્રણેય ઝોનમાં ડામર પેવરકામ શ‚ કરી દેવામાં આવશે. નવા રસ્તાઓ પાંચ વર્ષની ગેરંટીવાળા બનશે તેમાં કોઈ તૂટફૂટ થાય તો કોન્ટ્રાકટરે નવેસરથી બનાવી દેવા પડશે. મેયરે શહેરીજનોને એવી ખાતરી આપી છે કે, લોકો નિશ્ર્ચિત રહે મહાપાલિકાના ભાજપના શાસકો શહેરના તમામ રસ્તાઓને નવરાત્રી પહેલા જ ફરી ટનાટન બનાવી દેશે. પેચવર્કનું કામ પૂર્ણ થતાની સાથે જ ડામર કામ શ‚ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.