Abtak Media Google News

પ્રથમ વિજેતા ટીમને ૨,૫૧,૦૦૦ રોકડ પુરસ્કાર: નેપાળ એકેડમી અને ભારતભરની ૨૦૦ ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છ

સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અંતર્ગત એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા, ગુરુકુલ પ્રિમિયર લીગ-૯ ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરુઆત શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને  પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવી હતી.

લેધર બોલ ટુર્નામેન્ટ તા. ૨૪.૩.૨૦૧૯ થી શરુ થયેલ છે. ટેનિસ બોલ ટુર્નામેન્ટ તા. ૨૮-૪-૨૦૧૯થી શરુ થનાર છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ લેધરબોલ અને ટેનેસિ બોલથી રમાશે. જેમાં લેધર બોલમાં ઈલાઈટ અને પ્લેટ ગ્રુપ એ બે કેટેગરીમાં રમાશે. ઈલાઈટ ગ્રુપમાં રણજી પ્લેયર અને આઈપીએલ પ્લેયર ભાગ લઇ શકશે.

લેધરબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઇ, યુ.પી, મદ્રાસ,ચેન્નાઇ, હરિયાણા, નેપાળ વગેરે રાજ્યોમાંથી ૩૬ ટીમો ભાગ લઇ રહી છે. જ્યારે ટેનિસ બોલમાંરાજકોટ, અમદાવાદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, ભૂજ વગેરે ગુજરાતમાંથી ૧૬૪  ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે.

આ ટુર્નામેન્ટમાં કુલ ૧૫ લાખ રુપિયાના ઇનામો આપવામાં આવશે. જેમાં બન્ને કેટેગરીમાં પ્રથમ વિજેતા ટીમને બે લાખ અને એકાવન હજાર(૨,૫૧,૦૦૦ રુપિયા)રોકડ પુરસ્કાર અને રનર્સ ટીમને એક લાખ ને એકાવન હજાર (૧,૫૧,૦૦૦ રુપિયા)  અને બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સીરિઝને રોકડ ઇનામઅને વ્યક્તિગત ગીફ્ટ તેમજ ટ્રોફી એનાયત કરાશે.

પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે, આ એસજીવીપી સંકુલ યુવાનોને ખેલકૂદની સાથે સંસ્કારની સુવાસ ભરવાનું કામ કરે છે. ભારતનો યુવાન શરીરથી સ્વસ્થ હોય, મનથી નિર્મળ હોય તેની બુદ્ધિ તીક્ષ્ણ હોવી જોઇએ. ઘડતરના આવા ઉમદા ધ્યેયથી આ એસજીવીપી ઇન્ટરનેશનલ કેમ્પનું સર્જન થયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.