Abtak Media Google News

પાંચ વર્ષની વયથી આ ટેલેન્ટ સફળતાના ગગનમાં વિહરી રહી છે: નાની એવી કાદમ્બરી સંગીત, યોગ, ડ્રોઈંગ, શ્રેષ્ઠવકતા અને લખાણ શૈલી સહિત અનેક ગુણ ધરાવે છે

આજ-કાલની યંગ જનરેશન ખૂબ નાની વયથી જ ટેલેન્ટના પદાર્થપાઠ શીખવાના શરૂ કરી દેતા હોય છે. તેમના કેટલાક ટેલેન્ટ ઈન બિલ્ટ હોય છે. કેટલોકટેલેન્ટ વારસાગત હોય છે. અને કેટલોક ટેલેન્ટ મહેનતથી આવે છે.

આવી જ એક બાળકી રાજકોટની કાદમ્બરી છે. જેણે માત્ર પાંચ વર્ષની કુમળી વયે યોગાસનની તાલીમ લેવાનું શરૂ કર્યું હતુ. તેણે યોગાસનમાં મ્યુઝિકનું ફયૂઝન કર્યું છે. તે તેની વિશેષતા છે. તે યોગા કરતા કરતા પિયાનો પણ વગાડે છે.

યોગા વિશે પોતાની રૂચિ વિશે અબતક સાથે વાત કરતા કાદમ્બરી ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે આજથી બે વર્ષ પહેલા શાળામાં જયારે યોગના લેકચર્સ લેવામાં આવતા ત્યારે સ્કુલમાંથી જ અમને જુદી જુદી સ્પર્ધાઓમાં લઈ જવામાં આવતા હતા એ સમયે નેશનલ જીત્યાબાદ મને એવું લાગ્યું કે મારે યોગામાં આગળ વધવું જોઈએ યોગામાં હેન્ડસ્ટેન્ડ અને લેગસ્ટેન્ડના આસનો મારા પ્રિય આસનો છે. યોગા નેશનલ પૂર્ણ કર્યા બાદ વધુ તૈયારીઓ અને પ્રેકટીસથી મારે મહત્વની તમામ સ્પર્ધાઓમાં વિજેતા બન્યું છે. શાળા દરમિયાન હું પરાગભાઈનિર્મલ પાસેથી શીખુ છું અને અત્યારે મારા મમ્મી પાસેથી યોગની જાણકાણી મેળવી રહી છું મમ્મીની પ્રેરણાથી વેકેશન દરમિયાન હું જેમને યોગામા રસ છે. તેમને યોગા શીખવું છું નેશનલમાં વ્યકિતગત પ્લેયર્સને જોઈને મને પણ લાગ્યું કે મારે પણ હવે વ્યકિતગત યોગા કોમ્પીટીશનમાં ભાગ લેવો જોઈએ આથી દરોજની બે કલાકની સખત મહેનતથી મે આર્ટીસ્ટીક યોગામાં ભાઈ લઈ સફળતા મેળવી હતી અને હવે આગળ ઈન્ટરનેશનલ લેવલેટીસીપેટ કરી વિનર બનવાની ઈચ્છા છે. વધુમાં કાદમ્બરીના માતા તૃપ્તી ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે કાદમ્બરી પાંચ વષની હતી. ત્યારે બાળગીત કોમ્પીટીશનમાં વિજેતા બની હતી ત્યારે અમને લાગ્યું કે તે ગાવામાં આગળ વધશે ત્યારે મ્યુઝીકના તમામ સાધનો અમે ઘરમાં જ વસાવી લીધા એટલે ધીમેધીમે રોજેરોજની મહેનતથી એણે સુરજ્ઞાન પાકુ કર્યું અને હાલરડા ગાન સ્પર્ધામાં ઓપન ગુજરાતમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો હાલ બાળ પ્રતિભા શોધમાં લોકગીત સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા બની હતી નેશનલ લેવલે સફળતા મેળવ્યા બાદ કાદમ્બરીને યુ ટયુબ પર વિડિયો જોઈને મે ઘરે યોગા શીખવવાનું શ‚ કર્યું હતુ ભણવામાં પણ અન્ય પ્રવૃત્તિઓની જેમ તે ખૂબજ હોશિયાર છે. ઈન્ટરનેશનલ લેવલે યોગામાંઆગળ વધવાનીની ઈચ્છા છે. અને અમે તેને એમા પૂરેપૂરો સાથ આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.