Abtak Media Google News

ટીપી સ્કીમ નં.૨૬,૨૭ અને ૨૮ના વિસ્તારોને મળશે લાભ: સ્ટેન્ડિંગમાં રૂ.૫૦ કરોડના કામોને લીલીઝંડી.

કોર્પોરેશનમાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.૫૦ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. શહેરના વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૨૬,૨૭ અને ૨૮ (મવડી)ના અલગ-અલગ વિસ્તારોમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નેટવર્ક અને ડીઆઈ પાઈપલાઈન ફિટ કરવા માટે રૂ.૨૪.૩૮ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

ટીપી સ્કીમ નં.૨૬ અને ૨૭ (મવડી)માં ૧૮ મીટર અને ૨૪ મીટર ટીપી રોડ પર સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.૮.૦૮ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નેટવર્ક તૈયાર થવાથી કેવલમ ટેનામેન્ટ કોપર એલીગન્સ, ઈસ્કોન હાઈટસ, સાનિઘ્ય એવન્યુ, અમી રેસીડેન્સી, સારીભદ્રા એપાર્ટમેન્ટ, ચોકલેટ રેસીડેન્સી, ચોકલેટ એવન્યુ, ડ્રીમ સિટી એપાર્ટમેન્ટ, આસોપાલવ સંકુલ, આસોપાલવ કોર્નર, ગોલ્ડ હાઈટસ, શ્યામલ કાઈલાઈટસ, આદર્શ ડ્રીમ સિટી, ડ્રીમ એવન્યુ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક, જીવરાજનગરી ફલેટસ, કોપરસેન એપાર્ટમેન્ટ, વસંત વાટિકા એપાર્ટમેન્ટ, શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ સહિતના અનેક વિસ્તારોને લાભ મળશે.

આ ઉપરાંત વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૨૬, ૨૭ અને ૨૮ (મવડી)માં ૧૦૦ એમએમથી ૭૦૦ એમએમ ડાયા મીટર વોટર વર્કસ ડીઆઈ પાઈપલાઈન દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનું નેટવર્ક ઉભું કરવા માટે રૂ.૧૬.૩૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જેનો લાભ મવડી વિસ્તારની અનેક સોસાયટી જેવી કે કેવલમ ટેનામેન્ટસ, કોપર એલીગેન્સ, ઈસ્કોન હાઈટસ, શાંતીવન બંગ્લોઝ, શાંતીવન પરમ ફલેટસ, કસ્તુરી રેસીડેન્સી, કસ્તુરી એવીયરી, કસ્તુરી કેસર, સહજાનંદ પાર્ક, આયરલેન્ડ રેસીડેન્સી, શાંતિવન પરીષદ, શ્રીજી પેલેસ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.