Abtak Media Google News

એસ.ટી.નિગમ સીટીંગ અને સ્લીપીંગ લકઝરી બસો રૂા .૧૬.૬૦થી લઈ રૂા.૨૬.૩૮ પ્રતિ કિલોમીટર ભાડેથી લેશે

એસ.ટી. હમારી, શાનની સવારી સુત્રને સાર્થક કરવા રાજય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષમાં સરકાર દ્વારા વધુ ૧૬૦ લકઝરી બસો ભાડેથી દોડાવવામાં આવશે જેથી મુસાફરોને વધુ સુવિધાનો લાભ મળી શકે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે, ૭૫ જેટલી લકઝરી સીટર બસો ૨૬.૩૮ રૂા.નાં ભાવે ભાડેથી લેવામાં આવી છે. પદ્રાનાં ધારાસભ્ય જયપાલસિંહ પઢીયારનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, ખાનગી બસો મેળવવાની નીતિ ૧૧મી ઓગસ્ટ, ૨૦૧૬થી શરૂ થઈ હતી. ઓકટોબર-૨૦૧૮માં ૮૫ બસોને ૨૩.૩૦ પ્રતિ કિલોમીટરની કિંમતે ભાડે રાખવામાં આવી હતી અને ૧૬.૬૦ રૂપિયા સ્લીપર બસ માટે ફાળવવામાં આવ્યા હતા.

રાજય સરકાર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસેથી લેવામાં આવેલી બસો માટે રૂા.૫.૨૧ કરોડ ચુકવવા પડશે. દાહોદનાં ધારાસભ્ય વાજીસી પાંડેનાં એક પ્રશ્નનાં જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ૧ જુન ૨૦૧૭ અને ૩૧ મે ૨૦૧૮ની વચ્ચે સરકારને બસો માટે રૂા.૪૪.૧૮ કરોડ ચુકવવા પડયા હતા જેમાં રૂા.૩૯.૮૬ કરોડ ચુકવવામાં આવ્યા હતા. જયારે ૧ જુન ૨૦૧૮ અને ૩૧ મે ૨૦૧૯માં ૨૨.૨૧ કરોડનું ભાડુ સરકારે ચુકવવું પડયું હતું જેમાંથી રૂા.૨૧.૩૨ કરોડ ચુકવાઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.