Abtak Media Google News

એસ.ટી.ના મેનેજીંગ ડિરેકટર વિજય નેહરા સાથેની યુનિયનના હોદ્દેદારોની મંત્રણા ફેઇલ: સાતમા પગારપંચ સહિતની માંગણીઓ મુદ્દે કર્મચારીઓ અડગ.

ગુજરાત એસ.ટી.ની આજે મધરાતથી બે દિવસ સુધીની રાજ્યવ્યાપી હડતાલને મોકૂફ રાખવાના નિગમના તનતોડ પ્રયત્નો છતાં યુનિયનના હોદ્દેદારો  ટસના મસ નહીં થતા હડતાલ યથાવત રાખવાનો દાવો કરાયો છે. જ્યારે બીજી બાજુ એસ.ટી. નિગમ દ્વારા હડતાલ સમેટી લીધી હોવાનું જણાવાયું છે.

એસ.ટી. નિગમના ડ્રાયવર-ક્ધડકટરોને સાતમા પગારપંચનો લાભ આપવા તેમજ જીપીએસ સિસ્ટમથી ડ્રાયવર ક્ધડકટરોને કરાતી હેરાનગતિ બંધ કરવા, નવી ભરતી કરવા સહિતની ૪૦થી વધુ માંગણીઓ મુદ્દે એસ.ટી. યુનિયન દ્વારા સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી કોઇ નક્કર નિરાકરણ નહીં આવતા આખરે એસ.ટી.ના કર્મચારીઓએ આજે મધરાતથી બે દિવસ સુધી હડતાલ પાડવાનું એલાન કરતા એક સાથે ૪૦ હજારથી વધુ કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી જશે જેના પગલે રાજ્યની ૪ હજારથી વધુ એસ.ટી. બસોના પૈડા થંભી જશે અને લાખો મુસાફરો રઝળી પડવાની ભીતિ સેવાઇ રહી છે.

એક બાજુ આજથી રાજ્યભરમાં ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પરીક્ષા ટાણે જ એસ.ટી. બસોની બે દિવસની હડતાલથી વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે એસ.ટી.ના કર્મચારીઓની બે દિવસની રાજ્યવ્યાપી હડતાલને સમેટવા સરકારના લાખ પ્રયત્ન છતાં યુનિયનના હોદ્દેદારો પોતાની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવા અડગ છે. આજે બપોરે એસ.ટી. નિગમના એમ.ડી. વિજય નેહરા સાથે યુનિયનના હોદ્દેદારોની મંત્રણા પણ નિષ્ફળ ગઇ હોવાનું જાણવા મળે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.