Abtak Media Google News

પૂ. વ્રજરાજકુમારજી મહોદયના કંઠે કથા પ્રસારિત થયેલી

યુ.કે. લંડન સ્થિત કોરોનાની ઝપેટમાં જીવનથી હારેલા જીવનને પૂ. વ્રજરાજકુમારજી મહોદયના કંઠે પ્રસ્તુત શ્રીનાથ ચરીત્રામૃત કથાએ નવજીવન પ્રદાન કર્યુ છે. વિશ્ર્વભરમાં નોવલ કોરોના વાયરસથી ભયાવહ મહામારીને ડામવા વિભીન્ન દેશો ઝઝુમી રહ્યા છે અને કોરોનાથી રક્ષણ પામવાના ભાગરુપે લોકડાઉન વિશ્ર્વના મોટાભાગના દેશોમાં કાર્યરત બન્યું. કોરોના એ જયાં લોકોના જીવ પર કહેર પ્રસરાવ્યો ત્યાં જ લાંબા લોકડાઉનથી લોકો માનસીક અસ્વસ્થતાના પણ ભોગ બન્યા આવા સમયે સકારાત્મક ઉર્જાનું વર્ધન આઘ્યાત્મિક સુવાસ પ્રસરાવીને શકય બનાવી શકાય એવા આશય સાથે વિશ્ર્વમાં વસતા લોકો લોકોએ લોકડાઉનમાં ટીવીના માઘ્યમથી સત્સંગ, આઘ્યાત્મિકતાનો અવરસ માણ્યો અને વિશેષ‚પેઘણાનેએપ્રયાસનોઅસામાન્યસાક્ષાત્કારઅનેએકઅનહદ અનુભવ પણ થયો.

આવી જ એક ઘટના પ્રકાશમાં આવી કે યુ.કે. લંડનના નિવાસી ગુજરાતી અરૂણાબેન ભુપેન્દ્રભાઇ પોપટ ભયાવહ કોરોનાની ઝપેટમાં આવી ગયા. કોરોનાની અસરથી શારીરિક અસ્વસ્થતા અને બગડતી તબીયતમાં અરૂણાબેન જીવન જાણે હારી બેસવાની કગાર પર આવી ગયા. એવા સમયે લંડન સ્થિત સ્નેહીજનોએ એમને વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયના કંઠે શ્રીનાથજી ચરીત્રામુત કથા જે એ સમયે આસ્થા ચેનલ પર પ્રસારીત થઇ રહી હતી. એને શ્રવણ કરવા પ્રભુ ભકિતમાં લલન થવા સુચવ્યું.

એવા સમયે નાસીપાસ બનેલા અરૂણાબેને શ્રીનાથજી ચરીત્રામૃત કથા શ્રવણનો પ્રારંભ કર્યો. આમ સાત દિવસ કથા શ્રવણ અને કથા દરમ્યાન પૂ. વ્રજરાજકુમારજ મહોદયના કંઠે કથામાં આવતા ભજનોને પણ તેઓ ગાતા આમ કરતાં તેમનામાં જીવન સાથે પ્રત્યે ખોવાયેલી આશા ફરી જીવંત બની અને ધીરે ધીરે તેઓની તબિયતમાં સુધારો જણાયો અને શ્રી પ્રભુની કૃપાથી કથા શ્રવણ કરતા કરતાં તેઓને નવજીવન પ્રાપ્ત થયું અને તેઓ સ્વસ્થ બન્યાં.

આ સમગ્ર ધટના જે અરૂણાબેન પોપટ સાથે બની એ સમગ્ર ઘટના તેઓએ વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે.ના સંપર્ક સાધી ને ઇમેલ મારફતે પોતાની ભાવના અને આઘ્યાત્મિકબળનો સાક્ષાત્કાર વર્ણવ્યો અને વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદય પ્રત્યે પણ પોતાના આભાર તેમજ કૃતાર્થ ભાવ વ્યકત કર્યો.

આ સાથ જ તેઓએ સકારાત્મકતા અને આઘ્યાત્મિક બળથી જીવન સુવાસીત કરવા એમના જેવા અન્યોને પણ વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયના કંઠે સઁપન્ન બનેલી શ્રીનાથજી ચરીત્રામૃત કથા શ્રવણ કરવા સૌની આહવાહન કર્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.