Abtak Media Google News

કુશાલ પરેરાની અર્ધ સદી અને નુવાન પ્રદિપની શાનદાર બોલીંગના સહારે શ્રીલંકાએ વર્લ્ડકપમાં પ્રથમ જીત મેળવી

વિશ્વ કપની સાતમી મેચ મંગળવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કાર્ડીફના સોફીયા ગાર્ડન્સમાં રમાઈ હતી. જયાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ૩૪ રને હરાવી ટૂર્નામેન્ટની પહેલી જીત મેળવી લીધી હતી. પહેલા બેટીંગ કરતા શ્રીલંકાની ટીમ ૩૩ ઓવરમાં ૮ વિકેટના નુકશાન પર ૧૮૨ રન બનાવી શકી હતી. અચાનક વરસાદ પડતા મેચ થોડો સમય બંધ રહી હતી. વરસાદ બંધ તાં મેચ ફરી શરૂ કરવામાં આવી જયાં શ્રીલંકાની ટીમ ૨૦૧ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ડકર્વ લુઈસ મુજબ અફઘાનિસ્તાનની ટીમને ૪૧ ઓવરમાં ૧૮૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ ૩૨.૪ ઓવરમાં ૧૫૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. નુવાન પ્રદિપ શાનદાર બોલીંગના કારણે મેન ઓફ ધ મેચ બન્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ તેનો પ્રથમ વર્લ્ડકપ રમી રહી છે. આ પહેલા અફઘાનિસ્તાનની ટીમ વિશ્ર્વકપ રમી નથી. વિશ્ર્વકપમાં પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે કારમી હાર મળ્યા બાદ ગઈકાલે શ્રીલંકા ક્રિકેટ ટીમ તેની બીજી મેચ અફઘાનિસ્તાન સામે રમી હતી. અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલાબદીન નાયબે ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.જયારે શ્રીલંકાની ટીમમાં નુવાન પ્રદિપ જીવન મેન્ડીસની જગ્યાએ રમી રહ્યો હતો.

શ્રીલંકાની ટીમ પોતાની પહેલી મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. શ્રીલંકા તરફી માત્ર કેપ્ટન દિમુ કરૂણારત્નેજ થોડા રન બનાવવા સફળ રહ્યો હતો ત્યારે અફઘાનિસ્તાનની ટીમની બોલીંગ તેની તાકાત બની હતી. જો કે, બેટીંગમાં અફઘાનિસ્તાને કોઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું અને ૧૫૨ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ શ્રીલંકાએ ડકર્વ લુઈસ નિયમ મુજબ અફઘાનિસ્તાનની ટીમ સામે ૩૪ રને ભવ્ય વિજય મેળવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.