Abtak Media Google News

શ્રીલંકાની રાજકીય કટોકટીને કારણે દેશમાં લોહિયાળ દેખાવો થઈ શકે છે: સ્પીકરની ચેતવણી

અર્જુનના બોડીગાર્ડે કરેલા ફાયરિંગમાં એકનું મોત

શ્રીલંકામાં રાજનૈતિક સંકટ સર્જાતા આંતર વિગ્રહ જેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે તામીલ વાયગોની જેમ રાજકીય દુશ્મનોને ખત્મ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન વિક્રમસિંઘને બળતરફ કરીને વડાપ્રધાનપદે મહિન્દ્ર રાજપક્ષેને બેસાડી દેતા શ્રીલંકામાં રાજકીય કટોકટી સર્જાઈ છે અને આ દરમ્યાન રાજપક્ષેના સમર્થકો ઉપર ગોળીબાર થયાની ઘટના સામે આવતા ઘર્ષણની સ્થિતિ થઈ છે.

શ્રીલંકામાં રાજકીય અરાજકતાનો માહોલ સર્જાયો છે. કારણકે વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘને રાષ્ટ્રપતિને બરતરફ કરીને તેમના સ્થાને મહિન્દ્ર રાજપક્ષેને વડાપ્રધાન જાહેર કર્યા હતા પરંતુ શ્રીલંકન સંસદના સ્પીકરે વડાપ્રધાન પક્ષે રાજપક્ષેને ગેરલાયક ઠેરવ્યા હતા અને આ દરમ્યાન આક્ષેપો, વિવાદો અને બન્નેના સમર્થકોમાં પણ ભારે સંઘર્ષ થયો હતો.

અત્યારે શ્રીલંકામાં વડાપ્રધાન કોણ છે તેને લઈને ભારે ગુંચવણો ઉભી થઈ છે. કારણકે એક તરફ રાષ્ટ્રપતિ સીરીસેનાએ રાજપક્ષેને નવા વડાપ્રધાન જાહેર કર્યા પરંતુ સ્પીકરે તેને સ્વીકારવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી. આ તમામ ઘર્ષણ વચ્ચે શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિક્રમાસિંઘની સરકારના પેટ્રોલીયમ મંત્રી અર્જુન રણતુંગાની બોડીગાર્ડે રાજપક્ષેના સમર્થકો ઉપર ગોળીબાર કર્યો હતો.

જેમાં એક સમર્થકનું મૃત્યુ થતા રાજકીય ગરમાવામાં વધારો થયો હતો ત્યારબાદ શ્રીલંકા સંસસના સ્પીકર જયસુર્યાએ કહ્યું હતું કે, જો સંસદનો મામલો ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો દેશમાં લોહિયાળ દેખાવો થઈ શકે છે. સ્પીકરે ચેતવણી આપી કે આ અરાજકતામાંથી રસ્તો નહીં નિકળે તો શ્રીલંકામાં લોહોની નદી વહેવાની સ્થિતિ થઈ શકે છે. શ્રીલંકાની હાલની પરિસ્થિતિ મુજબ વડાપ્રધાન પદે કોઈ માન્ય રીતે કાર્યરત નથી.

વિક્રમાસિંઘે કહ્યું કે મારા નિવાસ સ્થાને હાલ ૧૦૦૦ સમર્થકો હાજર છે. હું માનું છું કે, બહુમતી મુજબ જ નિર્ણય લેવામાં આવે હું હજી પણ વડાપ્રધાન છું જે મોટાભાગના નિર્ણયો લેવાની સતા ધરાવે છે. આ અંગે જયસૂર્યાએ કહ્યું હતું કે, દેશમાં ચાલી રહેલી રાજકીય તંગદિલીને લઈને વૈશ્વિક સ્તરે દેશની છબી ખરાબ ઉભી થઈ છે.

શ્રીલંકામાં રાજકીય અરાજકતાનો માહોલ સર્જાયો છે. સૌપ્રથમ રાષ્ટ્રપતિએ વડાપ્રધાન વિક્રમાસિંઘેને બરતરફ કરીને વડાપ્રધાન પદે મહિન્દ્ર રાજપક્ષેને બેસાડી દીધા પરંતુ તેને કારણે રાજકીય તંગદીલીનો માહોલ સર્જાયો. કારણ કે, શ્રીલંકા સંસદના સ્પીકરે વડાપ્રધાન તરીકે રાજપક્ષેને ગેરલાયક ઠેરવતા દેશમાં ભારે ગુંચવણ ઉભી થઈ છે.

એક તરફ વડાપ્રધાન પદના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે તો બીજી તરફ તેને સ્વીકારવા માટે સ્પીકર તૈયાર નથી. શ્રીલંકાની હાલની પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, વડાપ્રધાન પક્ષે સત્તા તરીકે હાલમાં કોન છે તે કહેવું મુશ્કેલ છે.

તો બીજી તરફ બરતરફ કરાયેલા વિક્રમાસિંઘે કહ્યું હતું કે, તે હજુ પણ વડાપ્રધાન છે અને સંપૂર્ણ રીતે બહુમતિ ધરાવે છે. રાજકીય તંગદીલી ચિંતાજનક અવતાર ધારણ કરી રહી છે. જેનો નિવેડો ઝડપી ધોરણે નહીં લાવવામાં આવે તો વૈશ્વિકસ્તરે દેશની ખરાબ છબી ઉભી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.