Abtak Media Google News

ભારતીય ટીમનાં હાલનાં ફિલ્ડીંગ કોચ આર. શ્રીધરને ૪૫ દિવસનું અપાયું એકસટેન્શન

વિશ્વ ક્રિકેટમાં જયારે ફિલ્ડીંગની વાત કરવામાં આવે તો સૌપ્રથમ નામ જોન્ટી રોડ્ઝનું સામે આવે છે પરંતુ જુજ લોકો જ હશે કે જેને ખબર હશે કે ભારત પાસે પણ એક સમયે જોન્ટી રોડ્ઝ જેવો ખેલાડી હતો જેનું નામ એકનાથ સોલકર. એકનાથ સોલકર દરેક મેચમાં કલોઝીંગ ફિલ્ડર તરીકે ઉભા રહેતા હતા. ચંદ્રશેખર જયારે બોલીંગ કરતા ત્યારે એકનાથ સોલકરને ખબર પડી જતી હતી કે બેટસમેન કયાં પ્રકારનો શોર્ટ મારશે ત્યારે ભારતીય ટીમની ફિલ્ડીંગને વધુ મજબુત કરવા હાલ સાઉથ આફ્રિકાનો ખેલાડી જોન્ટી રોડ્ઝે ફિલ્ડીંગ કોચ તરીકે બીસીસીઆઈને અરજી કરી છે.

દુનિયાભરમાં પોતાની શાનદાર ફિલ્ડીંગના કારણે પોપ્યુલર સાઉથ આફ્રિકાના પૂર્વ મહાન ક્રિકેટર જોન્ટી રોડ્ઝે ટીમ ઈન્ડિયાના ફિલ્ડીંગ કોચ માટે આવેદન કર્યું છે. જોન્ટીએ ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં શામેલ થવા માટે બીસીસીઆઈને અરજી મોકલી દીધી છે, જેની ઘોષણા ટૂંક સમયમાં જ થવાની છે. સાઉથ આફ્રિકાના આ પૂર્વ ક્રિકેટરે પોતાના કરિયરમાં શાનદાર ફિલ્ડીંગ દ્વારા દુનિયાભરના ક્રિકેટ ફેનને પોતાના ચાહક બનાવી દીધા હતા. આજે પણ તેની ફિલ્ડીંગના કિસ્સા ક્રિકેટ ફેન્સ વચ્ચે ચર્ચાતા રહે છે. આ જ રીતે ફિલ્ડીંગ કોચ તરીકે પણ તેણે પોતાની છબિને જાળવી રાખી છે. તે ફિલ્ડીંગ કોચ તરીકે સાઉથ આફ્રિકા અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને સર્વિસ આપી ચૂક્યો છે. વર્તમાન સમયની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર છે, જેમનો કાર્યકાળ ૪૫ દિવસ માટે વધારવામાં આવ્યો છે. તે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પર ભારતીય ટીમની સાથે રહેશે. આ દરમિયાન  બીસીસીઆઈએ હેડ કોચ સહિત બાકી સપોર્ટ સ્ટાફ માટેના આવેદનો રજૂ કરી દીધા છે, જેના માટે જોન્ટીએ પણ અપ્લાઈ કર્યું છે.

જોકે, ફિલ્ડીંગ કોચ આર શ્રીધરને સીધી એન્ટ્રી મળી શકે છે પણ કપિલ દેવની આગેવાનીવાળી ક્રિકેટ એડવાઈઝરી કમિટિ જોન્ટીને તક આપી શકે છે. જો તે એડવાઈઝરી કમિટિની ડિમાન્ડ પર ખરો ઉતરશે તો તે તેને ચાન્સ મળવો શક્ય છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ, બેટિંગ કોચ, ફિલ્ડીંગ કોચ, બોલિંગ કોચ, ફિઝિયો, સ્ટ્રેન્ એન્ડ કન્ડિશનિંગ કોચ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજરના પદ માટે આવેદનો મંગાવ્યા છે, જેની છેલ્લી તારીખ ૩૦ જુલાઈ છે. મેનેજરને બાદ કરતા તમામ કાર્યકાળ બે વર્ષનો હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.