Abtak Media Google News

આજે તો એવિ ઘટના બની કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, આપણે બધા એ આકાશ માથી વરસાદ અને કરા ફળતા તો જોયા જ હશે, પરંતુ આજ તો આકાશ માથી કેસર ચંદનના છાંતણા થયા, હા તમે સાચું જ વાચી રહ્યા છો, સુમારે શહેરની મધ્યમાં આવેલ ફાયર સ્ટેશન પર આકાશ માંથી કેસર ચંદનનાં છાંટણા થતાં આશ્ચર્ય થયા હતા. સવારે સાડા સાત વાગ્યે ફાયર સ્ટેશન માં કમઁચારીઓ બેઠાં હતાં તે દરમ્યાન ચંદન નાં છાંટણા થતાં આશ્ચર્ય સર્જાવા પામ્યું હતું. કમઁચારીઓ નાં કપડાં તેમજ ફાયર ફાઇટર,એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર સ્ટેશન ની બહાર ફુટપાથ પર છાંટણા થયા હતા. પહેલાં તો કમઁચારીઓ ને લાગ્યું કે કોઈ પક્ષી નું ચરક હોઈ શકે.પરંતું છાંટણા ને આંગળીઓ દ્વારા મસળી ખરાઇ કરતાં ચંદન હોવાનું તથાં સુગંધ પણ આવતી હોવાનું જણાયું હતું. બનાવ થી આશ્ચર્યચકિત બનેલાં કમઁચારીઓ એ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા ને જાણ કરતાં તેઓ ફાયર સ્ટેશને દોડી ગયાં હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.