Abtak Media Google News

ભારતીય વન્યજીવન સંસ્થાન ના વળતર વનીકરણ ફંડ મેનેજમેન્ટ અને પ્લાનીંગ ઓથોરીટીના એક પ્રોજેકટ ભારતમાં ડુર્ગોગ્સ અને તેમના રહેઠાણોની પુન: પ્રાપ્તિ એક સંકલિત સહભાગી અભિગમમાં કાર્યરત પ્રાચી હટકર અને સમીહા પઠાણ અને ઓખા પાલિકા દ્વારા વિશ્વ મહાસાગર દિવસ વિશિષ્ટ રીતે ઉજવાયો જેમાં પ્રોજેકટ દ્વારા ચુંટાયેલા  નગરપાલિકા સંચાલિત ઓખા પ્રાથમીક શાળાના ડુગોંગ સ્વયંસેવક વિઘાર્થીઓ અને તેઓની શિક્ષિકા પૂજા દવે અને ઓખા ગ્રામ પંચાયત ઉચ્ચ માઘ્યમિક શાળાના ડુગોંગ સ્વયંસેવક વિઘાર્થીઓ અને તેમની શિક્ષિકા ચાંદનીબેનએ દરિયા કાંઠાના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક અને દુષિત કચરાની સફાઇ કરી હતી.

વિશ્વ મહાસાગરનો દિવસ ૮ ની જુને વાર્ષિક ધોરણે યોજાય છે. આ દિવસ વિવિધ પ્રકારે ચિહ્મિત થયેલ છે. જેમાં નવી ઝુંબેશ અને પહેલ શરૂ કરવી, બીચ કિલનઅપ્સ, શૈક્ષણિક અને સંરક્ષણ ક્રિયા કાર્યક્રમો સામેલ છે.

યુવાનોને વધુને વધુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતીય વન્યજીવન સંસ્થાના ડુગોંગ પ્રોજેકટ રિસચર્ય પ્લાસ્ટીક ફ્રી સમુદ્ર ની કામગીરીમાં મદદરૂપ સૌ સ્વય સેવક અને હિસ્સેદારોનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.