Abtak Media Google News

ચૂંટણીકાર્ડમાં નામ ઉમેરવા તેમજ સુધારા-વધારા કરવાની કામગીરી હાથ ધરાશે: તમામ મતદાન મથકો ઉપર પ્રાંત-મામલતદારો મોનીટરીંગ કરશે: ઝુંબેશનો સમય સવારે ૧૦ સાંજે ૫ વાગ્યા સુધીનો રહેશે

રાજકોટ શહેર અને જિલ્લામાં આવતીકાલે ૨૨૩૨ મતદાન મથકો ઉપર સંક્ષીપ્ત મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ ચાલવાની છે. જેમાં ચૂંટણી કાર્ડમાં નામ ઉમેરવા કે સુધારા-વધારા કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ઝુંબેશ અન્વયે તમામ પ્રાંત-મામલતદારોને મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવી છે.

ચૂંટણીપંચ દ્વારા આગામી ૧૫ ડિસેમ્બર સુધી મતદાર યાદી સંક્ષીપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમામ લગત મામલતદાર સહિતની કચેરીઓમાં મતદાર યાદીની કામગીરી કરવામાં આવનાર છે. આ સાથે ૨૨ અને ૨૯ નવેમ્બર અને ૬ તથા ૧૩ ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. આ દિવસે શહેર-જિલ્લાના તમામ ૨૨૩૨ મતદાન મથકો ઉપર ચૂંટણીકાર્ડની કામગીરી કરવામાં આવનાર છે. જે સંદર્ભે છેલ્લા ઘણા સમયથી બીએલઓને તાલીમ સહિતના કાર્યક્રમો યોજાતા હતા.

આવતીકાલે તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી કાર્ડમાં નામ ઉમેરદવા, કમી કરવા તથા સુધારા-વધારાની કામગીરી કરવામાં આવનાર છે. જે સંદર્ભે જિલ્લા કલેકટરના આદેશના પગલે તમામ પ્રાંત અને મામલતદારો પોત-પોતાના વિસ્તારના મતદાન મથકોનું મોનીટરીંગ કરશે અને બીએલઓ દ્વારા બરાબર રીતે કામગીરી થઈ રહી છે કે કેમ તેનું નિરીક્ષણ હાથ ધરશે. આવતીકાલે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન મથકો ઉપર આ કામગીરી ચાલનારી છે.

કોને કયુ ફોર્મ ભરવું

નામ ઉમેરવા માટે ફોર્મ નં.૬

નામ કમી કરવા માટે ફોર્મ નં.૭

સરનામા સીવાયના સુધારા માટે ફોર્મ નં.૮

સરનામા સુધારા (એક જ એસીમાં) માટે ફોર્મ નં.૮-ક

નવું ચૂંટણીકાર્ડ કઢાવવા શું કરવું?

૧-૧-૨૦૨૧ની સ્થિતિએ જેમને ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેમને નવું ચૂંટણીકાર્ડ કઢાવી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરે છે. આવા લોકોએ આવતીકાલની ખાસ ઝુંબેશમાં પોતાના નજીકના મતદાન મથકે જવાનું રહેશે. જ્યાં તેઓએ જન્મ તારીખનો દાખલો, પરિવારના કોઈપણ સભ્યનું ચૂંટણીકાર્ડ, સરનામાનો પુરાવો તેમજ કલર ફોટો જમા કરાવવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.