Abtak Media Google News

સમગ્ર ભારતમાં નરી આંખે જોઈ શકાશે ચંદ્રગ્રહણ: રાજયભરમાં ગ્રહણ નિદર્શનના વિજ્ઞાનજાથા કાર્યક્રમો આપશે

સમગ્ર ભારત સહિત વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં સોમવારે તા.૭મી ઓગસ્ટે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણનો સાડા ત્રણ કલાકના નજારામાં આશરે ૨ કલાકનો અદ્ભૂત અવકાશી નજારો નિહાળી શકાશે. સમગ્ર ભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો બેનમૂન અલૌકિક નજારો નિહાળવા-માણવા, કરવાનો લ્હાવો લોકોને મળવાનો છે. રાજયભરમાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અમલ મુકયો છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ૨૦૭૩ શ્રાવણ સુદ પૂનમ ને સોમવાર તા.૭મી ઓગસ્ટ ૨૦૧૭ મકર રાશિ શ્રવણ નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારત સહિત વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં જોવા મળશે. આ ગ્રહણ સંપૂર્ણ એશિયા ખંડ, યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, રશિયાના દક્ષિણ પ્રદેશમાં, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, હિંદી મહાસાગર, એટલાટિંક મહાસાગર, એંટાર્કટીકામાં દેખાશે. ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ૨૨ કલાક ૫૨ મિનિટ ૫૪ સેક્ધડ, ગ્રહણ મધ્ય ૨૩ કલાક ૫૦ મિનિટ ૩૩ સેક્ધડ, ગ્રહણ મોક્ષ ૨૬ કલાક ૨૦ મિનિટ ૫૭ સેક્ધડ, ગ્રહણ પૂર્વકાળ ૦૧ કલાક ૫૭ મિનિટ, ગ્રહણ ગ્રાસમાન ૦૨૫૪૫ રહેશે. સોમવારે રાત્રીના ૧૦ કલાકને ૫૩ મિનિટથી મોડી રાત્રીના ૨ કલાક ૨૦ મિનિટ સુધી ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો આશરે ૨ કલાક સુધી આકાશમાં નિહાળી શકાશે. અવકાશી ચંદ્રગ્રહણો કે સૂર્યગ્રહણો માત્ર ને માત્ર અવકાશી પરિભ્રમણ અને ભૂમિતિની રમત છે. ગ્રહણોની ખગોળીય ઘટનાનો વૈજ્ઞાનિકી માનવ કલ્યાણકારી સંશોધનો માટે કરે છે. રાજયમાં જાથાની પ્રાદેશિક અને રાજય જાથાની પ્રાદેશિક અને રાજય કચેરી ઉપરાંત શાખાઓમાં ગ્રહણ નિદર્શન સાથે વૈજ્ઞાનિક સમજ આપી લોકચળવળ ઉભી કરવામાં આવશે. સમગ્ર ભારતમાં ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. તેથી જયોતિષિઓ વૈધાદિ નિયમો પાળવાનું જ છે તેના નિયમો લોકોના માથા પર મુકશે. રાશિ ફળકથનો, નિવારણના વિધિ-વિધાનો નર્યો બકવાસ, આર્થિક પાયમાલી છે તેને તિલાંજલિ આપવા જાથા અનુરોધ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.