Abtak Media Google News

નકસલ પ્રભાવિત નારાયણપૂર જિલ્લામાં સંયુકત પોલીસ ટીમનું મોટુ ઓપરેશન: તકનો લાભ લઈ નકસલીઓ જંગલમાં નાસી છૂટવામાં સફળ

દેશના પૂર્વોત્તર રાજયોમાં છેલ્લા ઘણા સમયથી માઓવાદી તત્વો દ્વારા આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. આ રાજયોમાં આવેલા ગાઢ જંગલ વિસ્તારોમાં રહીને સમયાંતરે હુમલા કરતા આવા તત્વોને ડામી દેવા પોલીસ દળ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવે છે. છત્તીસગઢમાં નકસલ પ્રભાવિત નારાયણપૂર જિલ્લામાં પોલીસ દળ દ્વારા ડેંગલપુરી ગામ પાસેના જંગલમાં આવુ જ એક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ ચેકીંગ દરમ્યાન જવાનોને એક માઓવાદી કેમ્પનો પત્તો લાગ્યો હતો. આ કેમ્પમાં ભારે માત્રામાં હથિયારો ગોલાબારૂદ અને વિસ્ફોટકો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

છતીસગઢના નકસલ પ્રભાવિત નારાયણપૂર જિલ્લાનાં ડેંગલપુરી ગામ પાસેના જંગલ વિસ્તારમાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ અને ડીસ્ટ્રીકટ રીઝર્વ ગાર્ડની બનેલી સંયુકત ટીમે બાતમીનાં આધારે ચેકીંગ હાથ ધર્યું હતુ ઓરછા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા આ વિસ્તારમાં જવાનો કેમ્પ નજીક પહોચી જતા માઓવાદી તત્વો તકનો લાભ લઈને ગાઢ જંગલમાં નાસી છૂટવામાં સફળ થયા હતા. જે બાદ પોલીસ જવાનોએ આ કેમ્પમાં તપાસ હાથ ધરતા મોટી માત્રામાં હથીયાર દારૂ ગોળો, રોકેટ લોન્ચર સહિતના ઘાતક શસ્ત્રો મળી આવ્યા હતા જવાનોએ આ આતંકી કેમ્પનો નાશ કરીને મળેલા ઘાતક શસ્ત્રોને કબ્જે કર્યા છે.

આ વિસ્તારમાં લાંબા સમયથી સમયાંતરે આતંક મચાવી રહેલા નકસલવાદીઓ માટે પોલીસ તંત્રને લાંબા સમય પછી ભારે સફળતા મળે છે.તેમા બસ્તર રેન્જના વરિષ્ટ પોલીસ અધિકારી સુંદરરાજ પી.એ. જણાવ્યું હતુ નકસલીઓ સામે આવા ઓપરેશનો ભવિષ્યમાં પણ ચાલુ રાખીને નકસલવાદીઓને આ વિસ્તારમાંથી જડમુળમાંથી ડામી દેવામા આવશે તેમ ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.