Abtak Media Google News

South Africa ના ઝડપી બોલર ડેલ સ્ટેન ભારત સામે ન્યૂલેન્ડ્સ ક્રિકેટ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈજાના કારણે બહાર થઈ ગયા છે. એવી પણ સંભવાના છે કે, તે આ પૂરી ટેસ્ટ સીરીઝથી બહાર થઈ જાશે.

મેચના બીજા દિવસે ડેલ સ્ટેનને બોલિંગ કરવાના દરમિયાન ડાબા પગની એડીમાં ઈજા થઈ હતી જેના કારણે તે આ મેચથી બહાર થઈ ગયા છે.
તેમની આ ઈજાને ઠીક એક અનુમાન અનુસાર ચારથી છ અઠવાડિયાનો સમય લાગી શકે છે. તે મેચમાં બોલિંગ કરશે શકશે નહિ અને કદાજ બેટિંગ કરવા માટે ઉતરશે.

સાઉથ આફ્રિકા ટીમના મેનેજર મોહમ્મદ મોસાજીએ જણાવ્યું હતું કે, ‘તે ઘણા નિરાશ છે, પરંતુ તે આ ઈજાથી બહાર આવાનો સપૂર્ણ પ્રયત્ન કરશે.”

કેપટાઉન ટેસ્ટના પ્રથમ દિવસે ડેલ સ્ટેનથી શિખર ધવનની વિકેટ લઈને બે મોટી સિદ્ધિઓ પોતાના નામે કરી લીધી હતી. જયારે શિખર ધવન ૧૬ રન બનાવી આઉટ થયા હતા. તેમને ડેલ સ્ટેને પોતાની જ બોલ પર આઉટ કર્યા હતા. તેની સાથે જ ૮૬ મી ટેસ્ટ રમી રહેલા ડેલ સ્ટેને પોતાની કારકિર્દીમાં ૧૦ મી વખત ‘કેચ એન્ડ બોલ્ડ’ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.