૧૨મી માર્ચથી શરૂ થતી વન-ડે સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ ટીમ જાહેર કરી

120

ત્રણ વન-ડે મેચ માટે દક્ષિણ આફ્રિકા ટીમનાં સુકાની તરીકે કિવન્ટન ડિકોક: ડુપ્લેસીની ટીમમાં વાપસી

આગામી ૧૨મી માર્ચથી ત્રણ વન-ડે મેચની સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે ત્યારે દક્ષિણ આફ્રિકાએ ટીમની જાહેરાત પણ કરી દીધી છે. ત્રણ વન-ડે મેચ માટે દક્ષિણ આફ્રિકાની ટીમનું સુકાની પદ વિકેટ કિપર બેટસમેન કિવન્ટન ડિકોક સંભાળશે જયારે ટીમ માટે સારા સમાચાર એ પણ છે કે, ફેફ ડુપ્લેસી અને રેસી વેન્ડેર ડયુસન પણ આફ્રિકાની ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે મેચમાં ડુપ્લેસી અને વેન્ડેર ડયુસનને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ હવે આ બંને ખેલાડીઓ ભારત સામેની વન-ડે સીરીઝમાં રમશે. સાઉથ આફ્રિકા તરફથી સ્પીનર તાબરેઈઝ સેમસી નહીં રમે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

ભારત સામેની વન-ડે સીરીઝ ૧૨ માર્ચથી શરૂ થશે જેમાં મેચ ધર્મશાલા, લખનઉ અને કલકતા ખાતે રમાશે. હાલ આ તમામ માહિતી સાઉથ આફ્રિકાનાં ક્રિકેટ બોર્ડ દ્વારા ઘોષિત કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાનાં લેફટ આર્મ સ્પીનર જયોર્જ લીંડેને મેડર્ન કેપ મેળવી ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રથમ મેચ ૧૨મી માર્ચના રોજ ધર્મશાલા ખાતે રમાશે જયારે બીજો મેચ ૧૫ માર્ચનાં રોજ લખનઉનાં શ્રી અટલ બિહારી બાજપાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે જયારે ત્રીજો મેચ ૧૮ માર્ચનાં રોજ કલકતાના ઈડન ગાર્ડન ખાતે રમાશે તેમ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ દ્વારા જાણવા મળી રહ્યું છે. દક્ષિણ આફ્રિકાએ જાહેર કરેલી ટીમમાં કિવન્ટન ડિકોક (કેપ્ટન, વિકેટ કિપર), ટેમ્બા બાવુમા, રેસી વેન્ડર ડયુસન, ફાફ ડુપ્લેસી, કેઈલ વેરીની, હેન્ડ્રીચ કલાસેન, ડેવીડ મીલર, જોન જોન સ્મટસ, એન્ડલી ફિલેકવાયો, લુંગી એગીંડી, લુથો સીપામલા, બ્યુરન હેન્ડ્રીકસ, એન્ડ્રીચ નોન જે, જયોજ લીંડી અને કેશવ મહારાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Loading...