બેસ્ટ પ્રોડયુસર અને અભિનેત્રી તરીકે એવોર્ડ મેળવનાર સોરઠની ચાંદની પરમારને આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહમાં ભાગ લેવાનું આમંત્રણ

ઓલ મીડિયા કાઉન્સીલ દ્વારા મહિલા વિંગમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે પણ નિમણુક અપાતા ગુજરાતને ગૌરવ અપાવ્યું

સૌરાષ્ટ્રને ગૌરવ અપાવનાર સોરઠ સુંદરી ચાંદની પરમાર ને ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા આયોજિત આંતર રાષ્ટ્રીય સન્માન સમારોહ માં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. ઓલ મીડિયા કાઉન્સિલ મહિલા વિંગ માં પ્રદેશ મહામંત્રી પદે નિમણુંક અપાતા બેવડી સિદ્ધિ હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સમારંભમાં બેસ્ટ પ્રોડ્યૂસર અને અભિનેત્રી તરીકે એવોર્ડ મેળવીને સોરઠ સુંદરી એવી ચાંદની પરમારે સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાયેલ હોય ત્યારે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા મહિલા વિંગમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે નિમણુંક અપાતા ગુજરાત ને ગૌરવ અપાયેલ છે અને આગામી નવેમ્બર માસમાં દુબઇ ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે રાજ્ય ભાર માંથી તેમના ચાહકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહેલ છે.સૌ કોઈની જાણીતી આ સોરઠ સુંદરી ચાંદની પરમારે યૂટ્યૂબ ચેનલ દ્વારા શ્રેણીબદધ સામાજિક ફિલ્મોનું નિર્માણ કરીને પોતાના જ અભિનયમાં લાખો ગુજરાતી દર્શકોના દિલ જીતનાર આ અભિનેત્રીએ સૌરાષ્ટ્ર અને છેલ્લે ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

Loading...