Abtak Media Google News

સરકાર હરકતમાં: નર્મદા નીરની ચોરી અટકાવવા કલેકટરોને આદેશ

ઉનાળો નજીક આવતા જળ સંકટ ઘેરું બન્યું છે અને પાણી પ્રશ્ર્નને રાજકારણનો રંગ લાગવા લાગ્યો છે. સરકારે આગામી સમય જળ તંગી રહેશે તેવું જાહેર કર્યા બાદ કોંગ્રેસે આ મામલો હામાં લઈ લીધો છે અને આગામી સમયમાં જળ સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં ગુજરાતના નાગરિકોને પુરતા પ્રમાણમાં પાણી આપવાનું સરકાર ચૂકી ગઈ છે. ખેડૂતોને સિંચાઈ માટે અને સામાન્ય જનતાને પીવાનું પાણી આગામી સમય દરમિયાન પુરતા પ્રમાણમાં નહીં મળે તે વાત નકકી છે. માટે કોંગ્રેસ જળ સત્યાગ્રહ છેડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવકતા હિમાંશુ પટેલે આ મામલે કહ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોને ઉનાળુ પાક ન લેવાની સલાહ આપી રહી છે. સરકાર પાસે સિંચાઈ માટેનું પાણી ની. લોકોને પીવા માટે આપવા પુરતું પાણી ની માટે લોકોનો અવાજ પહોંચાડવા જળ સત્યાગ્રહ કરવામાં આવશે તેવો દાવો કોંગ્રેસે કર્યો છે.

ગુજરાત કોંગ્રેસ ટૂંક સમયમાં રાજય વ્યાપી જળ સત્યાગ્રહનો મોરચો માડશે અને સરકાર પાસે પીવા માટે તા સિંચાઈ માટે પુરતા પાણીની માંગણી કરશે. અહીં ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમના કેચમેટ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે ડેમમાં પુરતુ પાણી ઠલવાયું ની. આગામી માર્ચમાં ખેડૂતોને સિંચાઈ માટે તેમજ ઉદ્યોગોને પાણી કાપ આપવાનો નિર્ણય સરકારે લઈ લીધો છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાઓ પણ ટૂંક સમયમાં પાણી કાપ શરૂ કરે તેવી ધારણા છે. જેના પગલે કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓને જળ સત્યાગ્રહી વાચા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.