Abtak Media Google News

રાની રૂપમતી, નવરંગ, સંત જ્ઞાનેશ્ર્વર, ગુંજ ઉઠી શહનાઇ, દો આંખે બારહ હાથ અને તુફાન ઔર દિયા જેવી ફિલ્મો તેના ગીતોને કારણે હીટ થઇ હતી

ફિલ્મ જગતનાં જૂના ગીતો તેના શબ્દોને કારણે આજે પણ લોકો ગુન ગુનાવી રહ્યા છે. આમ તો ઘણા ગીતકારોને કારણે જૂની ફિલ્મો હીટ  થઇ હતી. પણ ગીતકાર ભરત વ્યાસનાં સુંદર ગીનો તેમાં નંબર વન હતા. શાંતારામની નવરંગ ફિલ્મનું ગીત આધાહે ચંદ્રમા રાત આધી જેવા ગીતો ભરત વ્યાસના શબ્દોને કારણે જ અવિસ્મરણીય બની ગયા.

ભરત વ્યાસે તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા જેમાંથી મોટાભાગની ફિલ્મોના શ્રેષ્ઠગીતો આજે ૭૦ વર્ષે પણ એટલા જ યાદગાર છે. તેમની ફિલ્મોમાં નવરંગ, રાની રૂપમતિ, દો આંખે બારહ હાથ, સમ્રાટ ચંદ્રગુપ્ત, પરણિતા, ગુંજ ઉઠી શહનાઇ, બુંદ જો બનગયે મોતી, જનમ જનમ કે ફેરે, બે દર્દ, જમાના કયા જાને જેવી હિટ ફિલ્મો હતી. જે તેના ગીતોને કારણે આજે પણ લોકહ્રદયમાં છે.

ફિલ્મ ‘રાની રૂપમતિ’માઁ મૂકેશજી ગાયેલા ‘આ લોટ કે આજા મેરે મીત’ના ગીતકાર ભરત વ્યાસ હતા. ‘આધાહે ચંદ્રમાં’ ફિલ્મ નવરંગ, સાથે એ માલિક તેરે બંદે હમ ની સુંદર રચના પ્રકૃતિનાં સુંદર શબ્દોને મુકેશનો સ્વર ‘હરી ભરી વસુંધરા પે’ફિલ્મ બુંદ જો બનગયે મોતી ફિલ્મનું ગીત આજે પણ સંગીત રસીયાની પ્રથમ પસંદગી બની છે.

ગુંજ ઉઠી શહનાઇ ફિલ્મના બધા જ ગીતો સુંદરને કર્ણપ્રીય હતા. જેમાં ‘દિલ કા ખિલોના હાયે ટુટ ગયા’એ જમાનામાં નંબ વન ગીત હતું. વર્ષો પહેલા આવેલી ‘સંત જ્ઞાનેશ્ર્વર’ફિલ્મમાં ‘જયોત સે જયોત જગા તે ચલો, પ્રેમ કી ગંગા બહાને ચલો’આજે પણ સાંભળવા મળે છે.

ફિલ્મ ‘બે દર્દ જમાના કયા જાને’ ફિલ્મના બધા હિટ ગીતો હતા. પણ ‘કૈદમેં બુલ બુલ’ગીત શ્રેષ્ઠમ સદાબહાર થયેલ હતું તો કહ દો કોઇના કરે યહાં પ્યાર…. ગુંજ ઉઠી શહનાઇના ગીતે તો એ જમાનામાં લોકપ્રીયતાના તમામ શીખરો તોડયા હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત  ફિલ્મનાં ગીત ‘ચાહે પાસ હો… ચાહે દૂર હો’ તેના શબ્દોને કારણે એ જમાનાના યુવાધનનું સૌથી ફેવરીટ ગીત હતું.

જુના ફિલ્મોમાં ગીતકારનાં શબ્દો, સંગીત કારના સૂર સાથે કર્ણપ્રીય ગાયકોએ ગીતો ગાયને સદા અમર બનાવી દીધા હતા. એ વખતે નિર્માતા કલાકારો સાથે સમગ્ર ફિલ્મની ટીમ શ્રેષ્ઠગીતો માટે મહેનત કરતા હતા. એમાં પણ રાજકપૂરનો નંબર વન હતા. તેમની ફિલ્મોમાં ગીતો સદાબહાર એ કારણે જ હતા.

ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’માં સુંદર ગીત ‘આ અબ લૌટ ચલે…’ માટે રાજકપૂર, શંકર જયકિશન ગીતકાર શૈલેન્દ્ર તથા ગાયક મુકેશે જે મહેનત લીધી હતી તેવી ફિલ્મ જગતનાં ઇતિહાસમાં કોઇએ કરી ન હતી, થઇ શકશે પણ નહીં.

આ ગીતમાં વિશાળ ઓરકેસ્ટ્રા, ૬૦ કોરસ આર્ટીસ્ટ, ૬૦ વાયોલીન, ૧ર સેલોસ, ૪  ડબલ બાસ, ર મેન્ડોલીન, ૧ર રીધમ કલાકારો ૧૦ બ્રાસ ટ્રમ્પેટ, ૬ સાઇડ રીધમ અને બે સીંગરો લતા-મુકેશ રાત્રે ૧૧ વાગે તારદેવ રેકોડીંગ સ્ટુડીયોમાં સૌ ભેગા થયા. કોરસ ૬૦ જણા સ્ટુડીયોમાંં ન સમાતા તેને બહાર બેસાડયા બપોરે ૩ વાગે ફાઇનલ રેકોડીંગ ચાલુ કર્યુ. રાત્રે ૩ વાગે મુંબઇમાં નિરવ શાંતિ વચ્ચે રેકોડીંસ્ટ મીનુ કાત્રક ઓરકેસ્ટ્રા સાથે ૬ માઇલથી રેકોડીંગ સંપન્ન  કર્યુ. કોઇપણ રીટેક વગર એકજટ્રેકમાં ગીત પૂર્ણ કર્યુ. આજે તો એક એક લાઇન ગાઇને ગીત રેકોર્ડ ગાયક કલાકાર કરે છે. ત્યારે એક લાઇન ગાઇને ગીત રેકોર્ડ ગાયક કલાકાર કરે છે. ત્યારે વર્ષો પહેલા ટાંચા સાધનોમાં આ ગીત સાંભળશો ત્યારે ખબર પડશે કે કેટલું મીઠું ગીત છે. ગોલ્ડન એરા સમા આ ગીતની સફળતા પાછળ કેટલા લોકોનો ફાળો હતો. એ વખતે ફિલ્મનાં ગીતો માટે કેવી માવજત કરતા હતા કદાચ એટલે જ આટલા વર્ષે પણ સદાબહાર ગીતો છે. એટલા માટે જ કહેવાય છે ને…. ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.