Abtak Media Google News

દ્વાદશ જ્યોતિર્લિંગમાં આધ જ્યોતિર્લિંગોમા આધ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવને સાંનિધ્યમાં મા દર વર્ષે કારતક સુદ એકાદશી થી કાર્તિક પૂર્ણિમાં સુધી પાંચ દિવસ સુધી મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ યોજવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

સોમનાથ આ મેળા ને ઐતિહાસિક રીતે જોવા જઈએ તો મહાભારતનાં અને પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ ભગવાન શિવ ત્રિપુર નામના અસુરના લોહ રૌપ્ય અને સુવર્ણ નિમિત્તે ત્રણ નગરનો બાળીને નાશ કર્યો હતો. તે દિવસ કાર્તિકિ પૂર્ણિમાંના હતો. તે દિવસે અસુરો ના કષ્ટમાંથી મુક્તિ મળતા ત્રણે લોકમા મહા ઉત્સવ થયો હતો તેની યાદમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મેળાનુ આયોજન કરે છે. કાર્તિકી પૂર્ણિમાંના ત્રિપુરારિ પૂર્ણિમાંના દિવસનું એક અનેરૂં મહત્વ એ છે કે પ્રભાસમા ભગવાન શિવનું મંદિર સોમનાથ મહામેરૂપ્રસાદ શિખર ઉપર કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે. જાણે ભગવાન શિવે તેને ખરેખર મસ્તક પર ધારણ કર્યો હોય તેવુ દ્વષ્યમાન થાય છે. આમ આ મેળાની શરૂઆત સોમનાથ ટ્રસ્ટ દ્વારા 27 ફેબ્રુઆરી 1955 ના રોજ મળેલી સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠકમાં ઠરાવ મુજબ પ્રસ્તાવથી એવું નક્કી કરવામાં આવ્યુ કે કાર્તિક પૂર્ણિમા એ દર વરસ મોટા મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ કરવું ત્યારથી આ મેળાનુ પ્રતિવર્ષ આયોજન થાય છે જે લોક મનોરંજન સાથે ધાર્મીક પરંપરા ને પણ જાળવી રાખે છે.

ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ઘણા પરંપરાગત મેળા ન કરવાનો નિર્ણય લેવાયો હતો. ભીડના કારણે કોરોના ફેલાય નહીં તે માટે અનેક પ્રતિબંધ, નિયમોની અમલવારી કરાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.