સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમે અધિક માસ સમાપને માનવ મહેરામણ ઉમટયો

સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે અધિક પુરૂષોતમ માસ સમાપને ગઇકાલે વહેલી પરોઢથી સંઘ્યા કાળ સુધી શ્રઘ્ધાળુ બહેનોનો ભારે પ્રવાહ ઉમટયો હતો. પવિત્ર ત્રિવેણી સંગમ સ્નાન, દાન, ગૌરીમા પ્રતિમા વિસર્જન  પવિત્ર પુરૂષોતમ માસ કથા વાંચન, ધુન, ભજન અને પૂજાપાઠ સાથે ભાવિકો ભકિતમય બન્યા હતાં.

અધિક અમાસ સમાપનના દિવસે સૌરાષ્ટ્રભરના ભાવિકોનો વિશાળ સમુદાય ભકિત પુણ્ય પ્રાપ્તિ માટે ઉમટતા ત્રિવેણી સંગમે વાહનોના થપ્પા લાગ્યા હતા અને આખો ય રસ્તો ભાવિકોની અવર જવરથી લોકો પુણ્યવાન બની ધન્યતા અનુભવી હતી.

Loading...