સોમનાથ પંથકનું ચોમાસાનું વિશિષ્ટ શાક એટલે ‘શણગા’

વરસાદી માહોલમાં રસદાર-ચટાકેદાર શણગાનું શાક દરિયાકાઠા પ્રદેશનું હોટ ફેવરીટ છે: માધવપુરથી ઉના સુધીની સાગર પટ્ટીમાં ઉગતુ આ શાક બજારમાં રૂ.૧૦૦થી ૧૨૫ કિલોના ભાવે મળે

“રીમઝીમ કે તરાના લેકર આઇ હૈ, બરસાત” એવા ચોમાસાના દિલ તરબર કરી દે તેવા આલ્હાદક વાતાવરણમા જઠરાગ્નીને પણ મજો-મજો પડી જાય તેવું ગીર સોમનાથ શાક બજારનું આર્કષણ એટલે ફકત ચોમાસામાં જ ખવાતું શાક ‘શણગા’

શણગા એટલે શું ?

શણગા એટલે ઘર આંગણાંમાં કે ખેતર શેઢે વરસતા વરસાદમાં ‘ઓળીયા’ને છૂટા છૂટા અંતરે વેરી રેતી માટીની મિશ્ર જમીન ઉપર વાવેતર કરી ઊગાડાય છે.

જે બીજમાંથી બે કે ચાર દિવસે કોટા ફૂટી કુણી સફેદ ડાંડલીઓ અને તેના ઉપર લીલા પાંદડા ઉત્રે છે. બાદમાં તેને મુળીયાં સહિત કાઢી તેના મુળીયા અલગ કરી તેના પાંદડા અને કુણી ડાળખીઓને ઝીણી-ઝીણી સમારી તેનું રસદાર શાક બનાવવામાં આવે છે.

આ શણગા હાલ સોમનાથ-પ્રભાસ પાટણની બજારમાં ૧૦૦રૂપિયાથી ૧૨૫ રૂપીયે કીલો મળે છે.

શાક કેવી રીતે બને છે ?

નાજુક દાંડલી અને પાંદડાઓને ધોઇ અન્ય શાકની જેમ તેલ, ખટાશ, ગળાશ, મરચાની તીખાશ, તજ, લવીંગ, ગરમ મસાલા, લીમડો પાન, કોકમ નાખી ચટાકેદાર શાક બનાવાય છે.

કોઇ તેમાં બટાકાં અને કાંદા પણ ભેળવે છે. આ શાક ખાધા પછી સીઝનની પરંપરાગત વાનગી ખાદ્યાનો સંતોષનો ઓડકાર અનુભવાય પણ ખરો. આ શણગા ફકત દરિયાકાંઠાના પ્રદેશોમાં જ અને ખાસ કરીને માધવપુરથી ઉના સુધીની સાગર પટ્ટીમાં થાય છે.

Loading...