Abtak Media Google News

કોંગ્રેસ પરિવારે ધારાસભ્યનું અભિવાદન સહ ભવ્ય સ્વાગત કર્યુ

સોમનાથ ના યુવા અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ૧૪ મી વિધાનસભા ના સત્ર બાદ આકસ્મિક તબિયત નાજુક થતાં તબિયત બતાવતા જેમાં કોરોના પોઝિટિવ રીપોટ આવતા તેઓ હોમ કોરોંટાઇન થયેલ હતા ત્યારબાદ તબિયત માં સુધારો થતાં અને કોરોના ટેસ્ટ કરાવતા રીપોટ નિગેટિવ આવતા અને આરામ કર્યા બાદ તા.૨૧ના વેરાવળ ના કાર્યાલયે આવતા  કુમકુમ તિલક કરી અભિવાદન કરેલ હતું અને પંડિત દ્વારા મંત્રોચાર કરી દિર્ધાયુસ માટે દાદા સોમનાથ ને પ્રાર્થના કરવામાં આવી અને કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો દ્વારા શ્રી વિમલભાઈ ચુડાસમા ને હાર તોરા અને પુષ્પાંજલિ કરવામાં આવેલ હતી.  આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ગોહેલ, વેરાવળ તાલુકા ના પ્રમુખ કરશનભાઇ બારડ, નગરપાલિકા ના વિરોધપક્ષ નેતા ફારૂકભાઈ બુઢિયા, વેરાવળ શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા, વેરાવળ મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલ, ગીર સોમનાથ જિલ્લા મંત્રી દીપકભાઈ દોરીયા, પટેલ સમાજ આગેવાન બકુલભાઇ ચાપડિયા, પંચાયત પ્રમુખ જગાભાઈ સોલંકી, શહેર કોંગ્રેસ મંત્રી પ્રેમભાઈ ગઢીયા, વેરાવળ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ અશ્વિનભાઈ સુયાણી, શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ હર્ષલભાઈ ઋસી, કોળી સમાજ પટેલ ધર્મેશભાઈ મેર, હાડી સમાજ અગ્રણી રામજીભાઇ ચુડાસમા, કોળી સમાજ આગેવાન વિજયભાઈ ગઢીયા, સામતભાઈ ધારેચા રાજુભાઇ વાજા, સંજયભાઈ ગોહેલ સહિતના સમર્થકો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.