Abtak Media Google News

મહાત્મા ગાંધીજીનાં જીવનમાં એવું બનેલું કે તેમની જીવનભરની સાધનાનો અર્ક બધા પચાવી ન શકયા. તેમણે કહ્યું હતુ કે ‘જો એકાદ ફોડકીથી યે હું મરૂ તો કહેજો કે હું મહાત્મા નહોતો. જો ગોળીએ મરૂ તો જાણજો કે હું સાચો મહાત્મા હતો.. તા.૩૦ જાન્યુ.એ સાંજે ગોળીએ વિંધાઈને એ મહામૂલો જણ ઈચ્છામૃત્યુ પામ્યો… એને કોઈ દૈવનું વરદાન કહી શકે! જો કોરોના સામે મહાત્મા ગાંધી રામધૂનનો મંગલ નાદ જગાડતાં ઉભા હોત તો આખું વિશ્ર્વ સ્તબ્ધ બન્યું હોત !

કોરોના સામેના ખોફનાક યુધ્ધની સાથે સાથે જ એક સમાંતર યુધ્ધ ખેલવાની પારંગતતા આપણે હસ્તગત કરવી જ પડે !

કોરોનાનો ભરોસો કરી શકાય તેમ નથી એક પણ રહ્તિ હોવાની ખાતરી થઈ શકતી નથી. એણે આપણા દેશમાં અને દુનિયાભરની માનવજાત સાથે અચાનક જે વિશ્ર્વાસઘાત કર્યો છે, તેમા ચીન, અર્થાત પીળી ચામડીની દખાબાજીની ગંધ આવે જ છે. તૂર્કી ટોપી એને પીળી ચામડીનો કદાપિ ભરોસો ન કરવો એવી ચેતવણી આપણા દેશના લોખંડી પુરૂ ષ સરદાર વલ્લભભાઈ પટેલે આપી જ છે. કોરોના સામેના યુધ્ધની સાથેસાથે એક સમાંતર અને બીજુ કોરોના સાથેનાં યુધ્ધ પછીનું સર્વાંગી યુધ્ધ આપણાદેશે તમામ વ્યુહબાજીઓ સાથે લડવું જ પડશે અને તે જીતવું પડશે એ નિર્વિવાદ છે.

આપણો દેશ એક સમયે એક મહાન દેશ હતો. હજુ આ દેશે એની મહાનતા ખોઈ નથી હજુ આ દેશમાં સુવર્ણયુગ આવવાનો છે. આ દેશનાવડાપ્રધાને રાજગાદી સંભાળ્યા બાદ લગભગ તૂર્તમાં જ એવી તમન્ના વ્યકત કરી હતી કે, આપણો દેશ પાંચ વર્ષમાં જ યોગગૂરૂ  બની જશે. તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે, ટુંકાગાળામાં જ આપણો દેશ વિશ્ર્વની પાંચમી આર્થિક મહાસત્તા બની જશે. ‘હમ કામિયાબ હોગે એક દિન’ એમ મંત્ર આપણા વડાપ્રધાનનો અને તેમની સરકારમાં બેઠેલાઓનો મંત્ર છે.

આપણી આ ભૂમિ પર આપણે ઘણા યુધ્ધો જોયા છે. ઘણી લડાઈઓ નિહાળી છે. એ જીત્યા પણ છીએ… મહાભારતમાં યુધ્ધમાં અઢાર અક્ષૌડિરી સેના, મહા યોધ્ધાઓ તેમજ આ યુધ્ધો પાણીપતના યુધ્ધમાં પણ અસંખ્ય લાશો ઢળી હતી. રામ રાવણનું યુધ્ધ પણ આર્યાવર્તની તવારીખમાં અભૂતપૂર્વ બન્યું હતુ.

આમ તો, આપણે સ્પષ્ટ પણે એવું માનીએ છીએ કે, કોઈ યુધ્ધ સારૂ નથી અને કોઈ સમાધાન ખરાબ નથી. તો કેટલાક યુધ્ધોને ટાળી શકાતા નથી અને તે સમાધાનમાં પરિણમતા નથી. છેલ્લા કેટલાક વખતથી દેશમાં અને વિશ્ર્વભરમાં કોરોના વાયરસે કાળમુખું યુધ્ધ શરૂ  કર્યું છે, અને હાહાકાર સર્જો છે. આખી માનવજાતને એણે હચમચાવી છે. અને કાળો કહેર મચાવ્યો છે.

વિશ્ર્વની અર્થ વ્યવસ્થાને અને સમગ્ર નાણાતંત્રને એણે લગભગ ખેદાન મેદાન કરી દીધાં છે. હજુ આ બધી ઉથલપાથલ કયાં જઈને અટકશે, એ કહેવું આસાન રહ્યું નથી. કોરોના-વાયરસનું બહુમુખી યુધ્ધ જરીકે રાખવાને બદલે નવા નવા સ્વરૂ પે વકરી રહ્યું છે. અને એનો નવી નવી રીતે પ્રતિકાર કરવાની રીતો તથા ગતિવિધિઓ અજમાવાઈ રહી છે.

હવે તો એમ પણ કહેવાઈ રહ્યું છે કે, કોરોના યુધ્ધની સાથે એક બીજી સમાંતર યુધ્ધ આપણો દેશ અને સરકાર બંને લડી રહ્યા છે. તો પણ આપણા દેશે આ યુધ્ધ પછીનું એક યુધ્ધ વિલંબ વિના સર્વાંગી ધોરણે લડવુંજ પડશે, જે ગામડાઓ, ગ્રામ્ય પ્રદેશો, કૃષિ ક્ષેત્ર, શહેરી ગરીબો, ભાંગીને ભૂકકો થયેલા કે અધમૂઆ જેવા ઉદ્યોગો, ધંધા રોજગાર, નોકરી, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારખાનાઓ, કામદારો શ્રમિકો વગેરેને લગતી કલા કારીગીરીઓ, પશુપાલન વગેરે બધે જ કામગીરીઓ પૂન: સંચલીત કરવાની રહેશે. પૂન: નિર્માણની ગતિવિધિઓ પૂર્વવત, સંચલીત કરી દેવી પડશે.

એક પછી એક, નવા નવા યુધ્ધો લડવા પડે એ કોઈપણ દેશને માટે અમંગળ એંધાણ ગણાય ! યુધ્ધોના અંત વિનાશક જ નીવડે છે. મહાભારતના યુધ્ધને અંતે કુરૂ ક્ષેત્રના રણમેદાનમાં કૌરવો-પાંડવોની સેનાઓનો નર્યો વિનાશ દ્રષ્ટિગોચર થયો હતો.

કોણ રાજગાદી ઉપર બેસીને રાજ કરશે, કોના ઉપર રાજ કરશે, એજ એક કોયડો બની ગયો હતો. પાંચ પાંડવો અને દ્રોપદી હિમાલયમાં જતા રહ્યા હતા અને હતા ન હતા જેવી ગતિવિધિ સર્જાઈ હતી. ગાંધારીએ સત્તીસ્વરૂ પે શ્રી કૃષ્ણને એવો શ્રાપ આપ્યો હતો કે, અમારા કૂળમાં ભાઈભાઈને લડાવીને તમે અંદર અંદર સંહાર કરાવ્યો એમ તમારૂ  યાદવ કૂળ પણ અંદર અંદર યાદવાસ્થળીને ખતમ થઈ જશે.

આપણા દેશની દેશવાસીઓની સમગ્ર જગતની અને જગતની માનવજાતની અત્યારે નરી બેહાલી પ્રવર્તે છે. કોરોનને પરાજિત કરવા માટે આપણને વિપુલ સંહારક શકિતની જરૂ ર પડી છે તેમ સર્જન શકિત અને કલ્યાણકારી શકિતનો પણ સારી પેઠે ખપ પડવાનો ચે. જબરો પુરૂ ષાર્થ આપણા દેશની સરકારે અને શ્રીમંતોએ કરવો જ પડશે. એને માટે લોખંડી ધૈર્ય અને મજબૂત ઈચ્છા શકિત જોઈશે. આપણા દેશની મુખ્યત્વે ગીબીને હટાવવાની છે. કોરોના સામેના યુધ્ધમાં આપણા દેશે સૌથી વધુ સામાજીક ન્યાય ગરીબીમાં સબળતા લોકોને આપવો પડે તેમ છે.

મહાત્મા ગાંધીએ સ્વરાજ મેળવી આપ્યું, એમ આપણા વર્તમાન શાસકોએ કોરોનાના પંજામાંથી દેશને બહાર કાઢી આપવાનો છે. અને સમગ્ર સમાજને થાળે પાડી દેવાનો છે. આ યુધ્ધ અધૂરૂ  છે. પણ અશકય નથી. લોખંડી ઈચ્છા શકિત ગમે તેવા યુધ્ધને જીતાડી શકે છે…

આમ છતા એનો અંત આવતા પાંચથી વધુ વર્ષ લાગી જશે, એમ કહ્યું જ છૂટકો છે. આપણા રાષ્ટ્રપતિ પાસેથી આપણે અખૂટ શકિત મળી રહેશે એવી ‘અબતક’ને શ્રધ્ધા છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.