Abtak Media Google News

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીની સુચનાથી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનની ટીમ દ્વારા વોર્ડ નં. ૭ માં બાયોમેડીકલ વેસ્ટને ટીપર વાનમાં નાખતા બે સંસ્થાઓને ૧૦,૦૦૦/- હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Img 20180827 Wa0005વધુમાં જણાવતા શહેરમાં વોર્ડ નં. ૭ માં આવેલ સૌરાષ્ટ્ર ડાયાબીટીસ સેન્ટર, રાષ્ટ્રીય શાળા સામે અને શુભ હોસ્પિટલ, મંગળા રોડ, ડો. જય મિસ્ત્રીની હોસ્પિટલમાંથી બાયોમેડીકલ વેસ્ટને ટીપર વાનમાં નાખવામાં આવતા હતા. આ માટે બંને સંસ્થાઓને રૂ. ૧૦,૦૦૦ નો દંડ એટલે કુલ રૂ ૨૦,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Img 20180827 Wa0007

આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેરશ્રી નીલેષભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઈ જીંજાળા, સેનેટરી ઇન્સ્પેકટર શ્રી કેતનભાઈ ગોન્ડલીયા, સેનેટરી સબ ઇન્સ્પેકટર શ્રી નીલેશભાઈ વાજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.