Abtak Media Google News

આપણે દેશ જેમ-જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ પુરુષો કરતા મહિલા પણ પોતાનુ સ્થાન પોતાની જાતે આગળ વધારી પુરુષો કરતા પણ વધુનામ રોશન કરતા દેખાય છે તેવામા હાલમાજ સુનિતા રોટરી ક્લબ ઓફ રેવરી ડિસ્ટ્રિક્ટ ૩૦૧૧(હરિયાણા) થી વૃક્ષો વાવોને જતન કરો અને બેટી બચાવો બેટી પઢાવોનો નારો લઈને ભારત ભ્રમણ કરવા નીકળેલ સુનિતા ભારત પરીભ્રમણ કરતા હળવદ  આવી પહોચ્સ્વાયા હતા. જ્યારે હળવદના વૈજનાથ મંદિરના પટરાંગણમા દેશનુ ગૌરવ સુનિતાનુ સ્વાગત કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે સોમનાથ થી નેપાળ ના ૫૦૦૦ કિલોમીટર નો પ્રવાસ એકલા હાથે જ સાયકલ લઇ ને ૪૦ દિવસ માં પૂર્ણ કરવાના હોય અને અગાઉ સૌથી ઉંચા એવરેસ્ટને સર કરેલ તથા બેટી બચાવો અભિયાનના હરિયાણા બ્રાન્ડ એમ્બેસેડર સુનિતા ને રાષ્ટ્રપતિ એવોર્ડ સાથે અન્ય ૧૮ પ્રકાર ના વિવિધ એવોર્ડથી સન્માનિત કરેલ હોય તેવા આગવુ વ્યક્તિત્વ ધરાવતા મહિલા હળવદના આંગણે આવી પહોંચતા રોટરી ક્લબ ઓફ હળવદ પરિવારના સભ્યો દ્વારા હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વૈજનાથ મંદિરથી મોર્ડન સ્કૂલ યાર્ડ સુધી તેઓના સ્વાગત સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માેડઁન સ્કૂલ ખાતે મિટિંગ રાખવામાં આવી હતી જેમાં રોટરી કલબ ઇનરવિલ કલબ, રોટરેક્ટ કલબ દ્વારા સુનિતા વિલીમ્સનુ વિધિવત સ્વાગત સાથ સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સ્કૂલ કેમ્પસમાં જ તેઓની હાજરી દરમિયાન વૃક્ષારોપણનો કાયઁક્રમ યોજવામા આવ્યો હતો. કાયઁક્રમ પુણઁ કયાઁ બાદ સુનિતા દ્વારા રાત્રી રોકાણ હળવદ કરીને સવારે અમદાવાદ જવા રવાના થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.