Abtak Media Google News

કેશુભાઇ પટેલ સાથેના સંસ્મરણો તાજા કરતા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલ પારેખ

30.10.2020

શહે૨ ભાજપ કોશાધ્યક્ષ અનિલભાઈ પારેખએ ગુજરાતની જુની પેઢીના વિ૨ષ્ઠ નેતા ભાજપ્ના પાયાના પત્૨સમાન રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ  પટેલનું અવસાન તા શોકાંજલી પાઠવતા જણાવેલ કે પૂર્વ કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ ર્ક્યુ હતું.ગુજરાતમાં ભા૨તીય જનતા પાર્ટીનો પાયો મજબુત ક૨વામાં મહત્વનો ફાળો ૨હયો છે. ગુજરાતના રાજકા૨ણમાં તેમની પાયાની સમજ તેમની મુડી હતી ત્યારે આજીવન એક ખેડુતનેતા તરીકે પોતાની આગવી છાપ ઉભી ક૨ના૨ કેશુભાઈ પટેલ ભાજપ્ના એક કદાવ૨ નેતા તરીકે હંમેશા જનમાનસના સ્મૃતિપટ પ૨ ૨હેશે.ત્યારે રાજકોટ નગ૨પાલિકા અને રાજકોટ મહાનગ૨પાલિકાના નગ૨સેવક તરીકે જવાબદારી સંભાળી ચુકેલ કેશુભાઈ પટેલે ગુજરાતમાં બે વખત મુખ્યમંત્રી તરીકે ૨હી સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજયના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતું અને દેશના બા૨ જયોર્તીલીંગ પૈકી એક એવા સોમના મહાદેવ મંદી૨ ટ્રસ્ટમાં પણ સેવા આપી ચુક્યા છે. ત્યારે વધુમાં શહે૨ ભાજપ કોશાધ્યક્ષ અનિલભાઈ પારેખ જણાવેલ કે રાજકોટ શહે૨ ભાજપ કાર્યાલય સો કેશુભાઈ પટેલનો હંમેશા આત્મીય નાતો ૨હયો છે. અને પોતાની રાજકોટ મુલાકાત દ૨મ્યાન તેઓએ પોતાના મનપસંદ ફાફડા-જલેબીના  નાસ્તાનો આસ્વાદ  શહે૨ ભાજપ કાર્યાલય પરીવા૨ સો  લેતા  હતા.

કેશુબાપા અને પ્રવીણકાકા વચ્ચે હતો ઘનિષ્ઠ નાતો

Img 20201030 Wa0199

સરસ્વતી વિદ્યામંદિર સંકુલ અને મણીઆર પરિવાર સાથે કેશુભાઈ પટેલનાં પારિવારિક સંબંધો અને અઢળક સંસ્મરણો છે : અપૂર્વભાઈ મણીઆર

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મા.શ્રી. કેશુભાઈ પટેલના મણીઆર પરિવાર અને સરસ્વતી શિશુમંદિર સાથે પારિવારિક સંબંધો હતા. કેશુભાઈ પટેલ સ્વર્ગવાસી થતા અમારા મણીઆર પરિવાર અને શાળા પરિવારે એક વડીલ માર્ગદર્શક ગુમાવ્યા છે. તેમની ખોટ ક્યારેય કોઈ પૂરી નહીં કરી શકે. મારા પિતા પ્રવીણભાઈ મણીઆર અને કેશુભાઈ પટેલની જોડી કાકા અને બાપા તરીકે ઓળખાતી.

અપૂર્વભાઈ મણીઆરે વધુ જણાવ્યું હતું કે, પ્રવીણકાકા અને કેશુભાઈનાં સંબંધો પ્રારંભથી અંત સુધી એક સમાન રહ્યા છે. બંનેએ સંઘ પરિવાર અને ભાજપ  માટે કરેલી સેવા – સમર્પણ અતુલ્ય છે. ૧૯૬૦ના દશકમાં પ્રવિણકાકા અને કેશુબાપા ગામેગામ હજારો કિલોમીટરનો પ્રવાસ બુલેટ પર સંઘ કાર્ય વિસ્તાર કરવા માટે કરેલો છે. સંઘ અને ભાજપનાં વિકાસ માટે તેમણે આજીવન ન્યોછાવર કરી દીધું હતું. તેઓ સૌનાં માનીતા અને માર્ગદર્શક હતા. બંને એકબીજાના સુખદુ:ખના સાક્ષી અને નિકટના સાથીદાર હતા. પારિવારિક સંબંધ તદુપરાંત સરસ્વતી શિશુમંદિરનાં કાર્યક્રમોમાં પણ કેશુભાઈ પટેલની હાજરી એક પરિવારના સભ્ય તરીકે રહેતી. પ્રવીણકાકા અને સરસ્વતી શિશુમંદિર સાથે કેશુભાઈ પટેલનાં અઢળક સંસ્મરણો જોડાયેલા છે. તેમનો અમારા પ્રત્યેનો સ્નેહ અને સહકાર ક્યારેય ભૂલી નહીં શકાય એવું અપૂર્વભાઈ મણીઆરે અંતમાં જણાવ્યું હતું. કેશુભાઈ પટેલનાં નિધન પર સરસ્વતી વિદ્યામંદિર સંકુલના સમગ્ર ટ્રસ્ટીમંડળ અને શાળા પરિવારે દુ:ખની લાગણી પ્રગટ કરી છે.

સમગ્ર દેશે એક માયાળુ માનવી ગુમાવ્યો છે: પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને સ્મરણાંજલી પાઠવતું ગુરુકુળ સંસ્થાન

1A2541

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કોઠા સુઝવાળા સૌના હિતચિંતક લોકપ્રિય કેશુભાઇ પટેલના દુ:ખદ અવસાન બદલ શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દુ:ખની લાગણી અનુભવે છે. કેશુભાઇ પટેલ રાજકોટ ગુરુકુલના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. મેમનગર ગુરુકુલ અને છારોડી ગુરુકુલની જમીન પ્રદાન કરવામાં અવિસ્મરણીય મદદ કરી હતી તે ગુરુકુલ પરિવાર સદાય યાદ કરશે. કેશુભાઇ પટેલ ગુરુકુલ રાજકોટ સંસ્થાના પરિવારના ગુરુસ્થાને બિરાજતા સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીની સાથે પ્રસંગોપાત અવારનવાર વાતચીત કરતા અને ગુરુકુળ દર્શન માટે પધારતા. શ્રઘ્ધાજલી અર્પતા પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ફકત ગુજરાતી જ નહીં પરંતુ દેશે એક માયાળુ માનવી ગુમાવ્યો છે. તેમના આત્માની શાંતિ માટે ગુરુકુલમાં ધુન ભજન કરવામાં આવશે. પ્રભુ તેમના ચરણમાં સ્થાન અર્પે અને પરિવારને તેમની ગેરહાજરી સહન કરવાની શકિત અર્પે

કેશુભાઇ પટેલને જૈન સમાજની ભાવાંજલિ

12 3

સમગ્ર ગુજરાત તથા ખાસ કરીને રાજકોટના વિકાસમાં જેને મુખ્યમંત્રી તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી છે, એવા ભાજપના પાયાના પથ્થર અને સેવાભાવી સરળ વ્યક્તિત્વ ધરાવતા કેશુભાઇ પટેલને સમગ્ર જૈન સમાજે ભાવાંજલિ પાઠવી છે. જીવદયાના કોઇપણ સદ્કાર્ય માટે તેઓ હંમેશા સક્રિય રહેતા. દરેક સાથે સમાન નાતો ધરાવતા. કેશુભાઇ પટેલ જૈન સમાજનાં દરેક ફંકશનમાં અચુક હાજરી આપી અને સંબંધો જીવંત રાખતા. રાજકોટમાં ઉપાશ્રયો તથા આગમ સહિત ધાર્મિક પુસ્તકોના વિમોચન અને ઉદધાટન તેમના હસ્તે થયેલા છે. સૌરાષ્ટ્રમાં ગુંડાગીરીને નાંબુદ કરવા ઉપરાંત અનેક વિકાસલક્ષી કાર્યો પરીપૂર્ણ કરવા તેઓ નિમિત બનેલ હતા. તેમના પરીવારજનોને શાંત્વના સાથે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ જૈન સમાજવતિ અર્ભ્યથના..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.