Abtak Media Google News

પીપળીયા પાટીયા પાસેથી નંબર પ્લેટ વગરના ટ્રક સાથે પાદરડીયાના

રાણાવાવ સિમેન્ટ ફેકટરી પાકિંગમાંથી ટ્રક ચોરી કરનાર તસ્કરને પીપળીયા પાટીયા પાસેથી એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લઇ રૂ. પ લાખનો ટ્રક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાણાવાવ સીમેન્ટ ફેકટરીના પાકીંગમાંથી ટ્રક ચોરી કરનાર તસ્કર પીપળીયા પાટીયા પાસેથી નીકળનાર છે તેવી ચોકકસ બાતમીના આધારે પી.આઇ. કે.આઇ. જાડેજા, પી.એસ.આઇ. એચ.સી. ગોહીલની ટીમે વોંચ ગોઠવી નંબર પ્લેટ વગરના ટ્રક ચાલક લાખણશી નાગજણ ઓડેદરા (રહે. મુળ પાદરડી, રાણાવાવ) ની ધરપકડ કરી જીજે ૨૫ યુ ૪૮૬૯ નંબરનો ટ્રક કબ્જે કર્યો હતો.

એસ.ઓ.જી.ની ટીમે પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા ટ્રક માલીક દેવશી મેરુભાઇ દાસા (રહે. ચીગરીયા ગામ માધવપુર) હોવાનું ખુલ્તા તેની ફરીયાદ પરથી પાદરડીના લાખણશી ઓડેદરા સામે ટ્રક ચોરીનો ગુનો નોંઘ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.