Abtak Media Google News

સ્માર્ટ રમકડાથી રમવાની લાલચમાં બાળકો તુરંત પોતાની જાતને મુશ્કેલીમાં મુકી દેતા હોવાનું એક સર્વેમાં બહાર આવ્યું

બાળ સુરક્ષા અને બાળકો પરના જોખમના કરણો અંગે કરવામાં આવેલા એક અભ્યાસમાં સંશોધકોએ બાળકો પરના જોખમ માટે અને અજાણ્યાઓનો સંપર્કમાં બાળકોના સ્માર્ટ રમકડાના આકર્ષણનું મુખ્ય કારણ બહાર આવ્યું છે. બાળ સુરક્ષા અને જોખમી પરિબળો અંગે કરવામાં આવેલા અભ્યાસમાં બાળકો માટે જોખમી પરિબળો કયાં કે જેમાંથી બાળકોની અસુરક્ષાની સંભાવના વધી પડે છે. તેઓના સર્વેમાં એવું સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે કે બાળકો સ્માર્ટ રમકડાના આકર્ષણના કારણે જોખમમાં મુકાઇ જતા હોય છે. નાના બાળકોને વોકી ટોકી, કારોઓકે જેવા રમકડાંઓ પ્રત્યેની ધેલછા અને આ રમકડાઓ બીજાને વાપરતાં જોઇ બાળકો તેની પાછળ દોટ મુકે છે અને મુશ્કેલીમાં સપડાઇ જાય છે.

બાળક સુરક્ષાના અભ્યાસમાં સાયબર સિકયુરીટી એકસપર્ટ અને એનસીસી ગ્રુપ દ્વારા સાથ જેટલા જાણીતા ઉપકરણો પર કરવામાં આવેલા સંશોધનમાં બાળકો અને તેમના વાલીઓ કયારેક મુશ્કેલીમાં મુકાય જતા હોવાનું બહાર આવ્યું છે. બાળકોની નબળાઇઓ અને તેના વાત ગણના પ્રવાહમાં તણાઇ જવાની સૌથી વધુ શકયતા અંગે કરવામાં આવેલા સર્વેમાં સંશોધકોએ એ વાત નોંધી છે કે રમકડાનું બાળ માનસ પર ખુબ જ મોટો પ્રભાવ રહેલો હોય છે રમકડાની રચના તેનો કદ અને આકાર બાળક પર ખુબ જ અસર કરે છે સાત પ્રકારના રમકડાઓમાંથી ત્રણ પ્રકારના રમકડાથી બાળકો અજાણ્યાઓમાં સંપર્કમાં સરળતાથી આવી  જતા હોય છે.વાયટેકના કીડીગેર, વોકી ટોકી કે જેનાથી બાળક સાથે ર૦૦ મીટર  સુધી સહેલાઇથી વાતચીત થઇ શકતી હોય છે. બાળકોના વાલીઓ બાળકોની વોકી ટોકી ખન્ય સાથે જોડાઇ હોવાનું જાણી પણ શકતા નથી. અને બીજા સાથે રચાયેલા સંવાદ અને વાતચીતથી બાળક અજાણ્યાઓને ભરોસો કરવા લાગે છે. વાયટેકના મત મુજબ એકસપેનઅન ટેનેવા અને અન્ય કંપનીઓ દ્વારા ગાતું યંત્ર સ્માર્ટ વોકીટોકી જેવા રમકડાઓ ૧૦ મીટરના અંતરમાં બ્લુ તુથની મદદથી સંદેશાઓની આપ-લે કરી શકે છે. આવા રમકડાઓમાં મજબુત પાસવર્ડ ન હોવાથી ગમે તે તેને ટકકરી શકે છે. બાળકને ગેરમાર્ગે દોરી શકે છે.

7537D2F3 10

જોનલેવીસ એમેઝોન આરગોસ અને સ્મીથ ટોય સ્ટોરોને આવા સ્માર્ટ રમકડાઓ તેમની દુકાનોમાંથી હટાવવાનો સરકાર દ્વારા એક ખાસ પ્રકારની માર્ગદશીકા બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે. સ્માર્ટ રમકડાઓનું ઉત્પાદન કરનારી કંપનીઓને સુરક્ષા માટે જોખમી બને તેવા ફીચર્સ રમકડાઓમાં થી દુર કરવા માટે સરકાર એક ખાસ પ્રકારની નીતી વિષયક નીતી બનાવે તેવી બાળ સુરક્ષા અંગે સંશોધનકર્તા ઓએ ભલામણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.