Abtak Media Google News

આપણે રસોડામાં એક કામ કરતા હોય ત્યારે બીજું ભુલાઇ જતું હોય કે ક્યારેક તો બાબતો જ તકલીફો ઉભી કરે છે ત્યારે આજે તમને જણાવીશું સ્માર્ટ ટિપ્સ વિશે જેનો ઉપયોગ કરીને તમે બની જશો સ્માર્ટ….

– પુલાવ બનાવતી વખતે ચોખા અડધા પડધા ચડી જાય ત્યારે તેમાં એક ચમચી ખાંડ નાખવાથી દાણે દાણો છૂટો પડી જશે અને સુંગધ પણ સરસ આવશે.

– જ્યારે પણ એકદમ દહીંની જરુરીયાત ઉભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેરવણ નાખી તેમાં એક લાલ મરચું મુકી દો, દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઇ જશે.

– રોટલીને વધુ પોષ્ટિક બનાવવા માટે લોટ દળાવતી વખતે ૧:૫ના પ્રમાણમાં સોયાબીનના દાણાં ઉમેરો.

– બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલા તેમા છાપાના ટુકડાના મોટા-મોટા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકવા અને ટેલ્ડમ પાઉડર છાંટવો, તેથી ફ્રીઝમાં વાસ પણ નહીં આવે અને જીવાત પણ નહીં પડે.

– રોટલી શેક્યા બાદ તવી પર લીંબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.