ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલા લઘુ-મધ્યમ ઉદ્યોગોને અપાશે ‘બજાર’

68

MSME મંત્રાલય દ્વારા ઉત્પાદકોને નોંધણી કરાવવા થયું આહવાન

ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિશાળ માર્કેટ મળી રહે અને તેવા હેતુથી ઈ-માર્કેટ પ્લેસમાં નોંધણી કરાવવા માટે એમએસએમઈ મંત્રાલય દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઉત્પાદનોને બજારમાં ઝડપથી ઉતારવા માટે નોંધણી કરવાનું સુચન થયું હતું.

મેડિકલને લગતી આઈટમો જેવી કે, વેન્ટિલેટર, હેન્ડરબ (આલ્કોહોલ આધારીત), ફેસસીલ્ડ, એન-૯૫ માસ્ક, સીંગલ યુઝ હાથના મોજા, આઈ પ્રોટેકશન, વ્હીલચેર, સેમ્પલ કલેકશન કીટ, ટ્રેચર, થર્મલ સ્કેનર, યુવી ટયુબલાઈટ, ઓક્સિઝન સીલીન્ડર, આઈસીયુ બેડ્સ, રબ્બરના મોજા, મેડિકલ માસ્ક સહિતની ૩૯ વસ્તુઓનું ઉત્પાદન તેમજ સપ્લાય કરનારને સરકારના ઈ-માર્કેટ પ્લેસમાં નોંધણી કરાવવાનું જણાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સાબુ, ખુરશી, ટેબલ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, મીણબતી, દર્દીઓ માટેના આઈડી, વોલેન્ટરી માટેના આઈડી, ફલાયર્સ, વ્હાઈટ બોર્ડ, પીવાનું પાણી, ઈ-ટોઈલેટ, ટુલ્સ સેટ, બેડસીટ, ઓશિકા, ઓશિકાના કવર, રૂમાલ, બ્લેનકેટ, ઈમરજન્સી લેમ્પ, સ્ટીલની પ્લેટ, ગ્લાસ, ચમચીઓ, જગ, પેન, સ્ટેપલર, રેફ્રીજરેટર, ઈન્ટરનેટ એકસેસ, પેન, પેપર સહિતની ૬૨ વસ્તુઓના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલા એકમો પણ ઈ-માર્કેટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

Loading...