Abtak Media Google News

ધોરાજી મામલતદારને આવી ફરિયાદો મળતા ધોરાજી મામલતદારે હરકતમાં આવી બેલગામ ભૂ-માફિયાઓ પર કાયદાનો ગાળિયો કસી  ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરોને પકડી લગામ લગાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજી પંથકમાં કરોડોની રેતી ચોરી થતી હોય ત્યારે મામલતદારે ફક્ત ત્રણ જ ડમ્પરો પર કાર્યવાહી કરી તે ઘણી જ સૂચક છે.ઉપરાંત કરોડોની રેતી ચોરી થતી રોકવાની જવાબદારી ખાણ-ખનીજ વિભાગ,ડેપ્યુટી કલેકટર તથા પોલીસ સહિતની હોય પરંતુ ભૂ-માફિયા પર તવાઈ બોલાવવાને બદલે નિરાંત રાખવાની તેઓની ભૂમિકાને લઈને પણ લોકોમાં અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે પ્રાંત અધિકારી કચેરી પાસેથી આખા દિવસ માં અસંખ્ય રેતીનાં ડમ્પરો ઓવરલોડ ભરેલાં નિકળે છે પણ તંત્ર ને આ દેખાતુ નથીં રેતીની ચોરી થાય કે લિગલી રેતી અને કરમીશન વાળી રેતી ભાદર નદી કે ભાદર બે ડેમ માંથી ભરાય છે એ પણ એક પ્રશ્ન છે ધોરાજી તાલુકા બિલાડા ના ટોપલા ની જેમ રેતી ના ચાણીય પણ ઉગી નીકળ્ય નીકળ્યા છે એ પણ પરમીશન વાળાં છે કે બીન કાયદેસર છે એ પણ એક પ્રશ્ન છે ધોરાજી તાલુકા ખાણ ખનીજ  રેતી કામગીરી થાય છે તેમાં કેટલાં લોકો પરમીશન મળી અને કેટલાં બીન કાયદેસર છે એ પણ એક પ્રશ્ન છે બીજું એ કે જે મામલતદાર શ્રી એ ત્રણ ડમ્પરો પકડી ને ધોરાજી પોલીસ ને આગળ ની કાર્યવાહી કરવા માટે સોંપી દીધા છે પોલીસ વધું શું કાર્યવાહી હાથ ધરશે છે કેમ કે પછી એ પણ એક પ્રશ્ન છે ગત રાત્રીના ધોરાજી મામલતદાર શ્રી ને આ રેતી નાં ડમ્પર દેખાયા અને યોગ્ય કાર્યવાહી કરી તો ધોરાજી ખાણ ખનીજ વિભાગ ને કેમ નજરે નથી આવ્યુ અને ખાણ ખનીજ વિભાગ હંમેશા કુંભ કર્ણ ની નિંદ્રા માં સૂતું રહે છે આ વધું કોની રહેમ રાહે ચાલી રહયું છે એ પણ એક મોટો પ્રશ્ન છે આ બાબતે જે કોઈ પણ જવાબદાર તંત્ર હોય તેને કોની સેહ શરમ આડી આવે છે એ પણ એક મોટો સવાલ છે ગત રાત્રે મામલતદાર શ્રી એ આ ડમ્પરો પકડયા બાદ પણ અનેક મહાનુભાવો ની ભલામણો આવી હશે પણ મામલતદાર  એ મચક જ ન આપી અને કાયદેસર કાર્યવાહી કરી હતી એવું લોકો મુખેથી જાણવાં મળ્યુ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.